Home /News /ahmedabad /CMA પરિણામની અનોખી કહાણી, પુત્રનો ઉત્સાહ વધારવા પિતાએ કોસ્ટ એકાઉન્ટમાં ફાઇનલ ક્લિયર કર્યું

CMA પરિણામની અનોખી કહાણી, પુત્રનો ઉત્સાહ વધારવા પિતાએ કોસ્ટ એકાઉન્ટમાં ફાઇનલ ક્લિયર કર્યું

કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સનું પરિણામ

Cost And Management Accounts Result: ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલી સીએમએની પરીક્ષામાં પિતાએ ફાઈનલની જ્યારે દીકરાએ ઈન્ટરમીડીએટની પરીક્ષા આપી હતી. મહત્વની વાત એ છે કે, જે પરિણામ જાહેર થયું છે તેમાં પિતાએ સીએમએ ફાઈનલ ક્લીયર કર્યું તો દીકરાએ ઈન્ટરમીડીએટ ક્લીયર કર્યું છે.

વધુ જુઓ ...
અમદાવાદ: કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ્સનું ઇન્ટરમીડીએટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું છે. જોકે પરિણામની સાથે સાથે એક પિતાનો પુત્રને ભણાવવાની સાથે સાથે અભ્યાસમાં તેનો ઉત્સાહ વધારવાનો અનોખો પ્રયાસ પણ જોવા મળ્યો છે. ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલી સીએમએની પરીક્ષામાં પિતાએ ફાઈનલની જ્યારે દીકરાએ ઈન્ટરમીડીએટની પરીક્ષા આપી હતી. મહત્વની વાત એ છે કે, જે પરિણામ જાહેર થયું છે તેમાં પિતાએ સીએમએ ફાઈનલ ક્લીયર કર્યું તો દીકરાએ ઈન્ટરમીડીએટ ક્લીયર કર્યું છે.

પિતા આસિસ્ટન્ટ મેનેજરની ફરજ બજાવે છે


આમ તો આ પિતા પુત્ર મુળ દ્વારકાના મીઠાપુરના વતની છે. પરંતુ વર્ષોથી અમદાવાદ સ્થાયી થયા છે. વાત હર્ષિભાઈ ઠાકર અને તેમના પુત્ર યજુર્વ ઠાકરની છે. હર્ષિતભાઈ દ્વારકામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરંતુ તેઓની બદલી થતા તેઓ હાલ પરિવાર સાથે અમદાવાદ રહી રહ્યાં છે. ખાનગી કંપનીમાં તેઓ આસિસ્ટન્ટ મેનેજરની ફરજ બજાવે છે. પુત્ર યજુર્વ સ્કૂલમાં હતો ત્યારથી જ હર્ષિતભાઈએ સીએમએનો અભ્યાસ શરુ કર્યો હતો. જ્યારે કોરોનાનો કહેર આવ્યો તે પહેલા હર્ષિતભાઈએ સીએમએ માટે અમદાવાદની બ્રાન્ચમાં એડમિશન લીધુ હતું. તેઓએ વર્ષ 2021માં ઈન્ટરમીડીએટ ફસ્ટ એટેમ્પટમાં જ ક્લીયર કરી દીધું.

આ પણ વાંચો: આ જય-વિજયની પિતા-પુત્રની જોડીએ મનોદિવ્યાંગતાને હરાવી, સાયકલ પર ફરી અન્ય લોકોને પણ જાગૃત કર્યા!

ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ પરીક્ષા ક્લીયર કરી


પિતાથી પ્રેરણા મેળવી પુત્ર યજુર્વએ પણ સીએમએમાં એડમીશન લીધું. ત્યારબાદ પિતાની અભ્યાસમાં રુચીનો લાભ યજુર્વને મળ્યો. કેટલીકવાર બંને પિતા પુત્ર એક સાથે તૈયારી કરવા લાગ્યા હતા. ડિસેમ્બર 2022માં હર્ષિતભાઈએ સીએમએ ફાઈનલ ગ્રુપ એકની પરીક્ષા આપી અને પુત્ર યજુર્વએ સીએમએ ઈન્ટરમિડીયેટની પરીક્ષા આપી. પિતા પુત્ર બંનેએ ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ પરીક્ષા ક્લીયર કરી દીધી છે. હર્ષિતભાઈ જણાવે છે કે તેઓએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. જ્યારે યજુર્વ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો ત્યારે તેને મદદ કરવા માટે જ સીએમએમાં એડમીશન લીધુ. જેથી હુ પહેલા અભ્યાસ કરી પુત્રને અભ્યાસમાં મદદ કરી શકું. અભ્યાસમાં તેઓ પ્રેક્ટીકલ પર વધારે ધ્યાન આપતા હતા.

આ પણ વાંચો: માવઠાથી મુક્તિ મળે તે પહેલા અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદ પડવાની આગાહી

પિતાને મહેનત કરતા જોઈ અભ્યાસની પ્રેરણા મળી


ઉલ્લેખનીય છે કે, ઓફિસ બાદ તેઓ રાત્રે તેમજ વીકેન્ડ ની રજાઓમાં અભ્યાસમાં વધુ ભાર આપતા હતા. તેઓ ગાંધીનગર જોબ હોવાથી ઓફિસ જવા જ્યારે કારમાં નીકળે ત્યારે વિડિયો લેક્ચર સાંભળતા. તો યજુર્વ જણાવે છે કે તેના પિતા જ તેના માટે પ્રેરણા સમાન છે. પિતા તેને ભણવામાં મદદ કરતા એટલે જ તેમની સાથે અભ્યાસ કરવાનો અનુભવ ખુબ યાદગાર રહ્યો છે. પિતાને અભ્યાસમાં મહેનત કરતા જોઈને મને પણ વાંચવાની અને અભ્યાસ કરવાની પ્રેરણા મળી છે. યજુર્વ હાલમાં બીકોમ કરે છે સાથે સીએમએ અને સીએનો પણ અભ્યાસ કરી રહ્યોં છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, Gujarati news, Result news