Home /News /ahmedabad /AMC સ્કૂલબોર્ડનો અનોખો પ્રયાસ, અભ્યાસમાં નબળા બાળકોને આમ બનાવશે હોશિયાર

AMC સ્કૂલબોર્ડનો અનોખો પ્રયાસ, અભ્યાસમાં નબળા બાળકોને આમ બનાવશે હોશિયાર

આવા બાળકો 80 ટકાથી વધુ લક્ષ્યાંક પ્રાપ્ત કરે તે માટે રોજે રોજ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે

AMC Schoolboard: શાસનાધિકારીએ સ્વંય સ્કૂલોની મુલાકાત લઈ શાળાઓનું મોનિટરીંગ શરુ કર્યું, આવા બાળકો 80 ટકાથી વધુ લક્ષ્યાંક પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે કે પછી જે બાળકો શાળામાં નિયમિત નથી, તેના કારણે તેમને અભ્યાસમાં પડી રહેલી તકલીફનું નિરાકરણ સ્કૂલ બોર્ડે શોધી કાઢ્યું છે. અભ્યાસમાં નબળા હોય તેવા બાળકોને શિક્ષકો દ્વારા સ્કૂલના અભ્યાસના સમય ઉપરાંત વધારાનો એક કલાક ફાળવી વિદ્યાર્થીઓ અભ્યાસ કરાવવામાં આવશે.

એવા વિદ્યાર્થીઓે 10થી 12 ટકા

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત 400થી વધુ શાળાઓમાં 1 લાખ 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવતી શાળાના વિદ્યાર્થીઓમાં 10થી 12 ટકા વિદ્યાર્થીઓે એવા છે, જેઓ અભ્યાસમાં નબળા છે કે પછી તેઓ રેગ્યુલર શાળાએ નહીં આવવાના કારણે તેઓ પુરતો અભ્યાસ કરી શક્યા નથી. આવા બાળકોને સ્કૂલના સમય ઉપરાંત વધારાનો એક કલાક અભ્યાસ કરાવી તેઓને પણ અભ્યાસમાં હોંશિયાર બનાવવાનો પ્રયાસ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યોં છે.

આ પણ વાંચો: અમદાવાદમાં મહિને 100 રૂપિયા પગારે કરતાં નોકરી, આજે 662 કરોડના માલિક

48 ટકા શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવરી લેવાઈ

આ અંગે સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધિર દેસાઈએ જણાવ્યું કે, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ અમદાવાદની 48 ટકા શાળાઓ એટલે કે 217 શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવરી લેવાઈ છે. 217 પૈકી 199 શાળાઓ ગુજરાતી માધ્યમ અને 18 પ્રાથમિક શાળાઓ અંગ્રેજી માધ્યમની છે. ગત 14 નવેમ્બરે એક નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષકો સમયદાન આપીને જે અનિયમિત બાળકો છે કે પછી સ્લો લર્નર બાળકો છે, તેઓ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવે છે. આવા બાળકો 80 ટકાથી વધુ લક્ષ્યાંક પ્રાપ્ત કરે તે માટે રોજે રોજ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. તમામ અધિકારીઓ ફિલ્ડમાં જઈ, સુપરવાઈઝર મોનિટરીંગ કરી રહ્યાં છે.

એક-એક બાળકોનું ટ્રેકિંગ કરીને સુપરવિઝન

એક એક બાળકોનું ટ્રેકિંગ કરીને તેમનું સુપરવિઝન થઈ રહ્યું છે. જેમાં 10થી 12 ટકા બાળકો અનિયમિત અને સ્લો લર્નર મળ્યા છે. હું પણ રોજે રોજ 2થી ત્રણ શાળાઓની મુલાકાત લઈ રહ્યો છુ. 28 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધીમાં જે શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આવે છે તેવી શાળાઓને ડિસ્ટીક્શન કે એક્સેલન્સ સર્ટીફિકેટ શાળાઓને મળે તે માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन