Home /News /ahmedabad /Ahmedabad: અહીં મળે છે વાંસની આકર્ષક હાથ બનાવટની વસ્તુઓ; આટલી છે કિંમત

Ahmedabad: અહીં મળે છે વાંસની આકર્ષક હાથ બનાવટની વસ્તુઓ; આટલી છે કિંમત

ચર્મકામ,

ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે.

  Parth Patel, Ahmedabad: સમગ્ર દેશની ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ કરાવતા કસબીઓ દ્વારા ઉત્પાદિત કલાકૃતિઓ તથા કારીગરો પાસેથી સીધી જ ખરીદીની સુવર્ણતક મળી રહે તે પ્રકારનું આયોજન અમદાવાદ હાટમાં કરવામાં આવ્યું છે. આ હાટમાં હાથશાળ અને હસ્તકલાના કારીગરો માટે એક્ઝિબિશન હોલ, કારીગરો માટે વેચાણના પાકા સ્ટોલ તથા ડોરમેટરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

  1. મિત્તલ શિગવાન

  તેમની પાસે કેન અને બામ્બૂની આઈટમછે. જેમાં હાથથી બનાવેલા વાંસની હેન્ગિંગ લાઈટ, બાસ્કેટ, સ્ટ્રો, પેન બોક્સ, ગિફ્ટ બોક્સ જેવી વસ્તુઓ મળી રહે છે. ખાસ કરીને હાલમાં વપરાતા બાસ્કેટને ગિફ્ટમાં આપી શકાય તે રીતે ડિઝાઈન કરેલા છે.

  મોલ્ડ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને ઉત્પાદનો બનાવવાની પદ્ધતિઓ :

  સૌ પ્રથમ તેના પર કામ કરવા માટે વાંસની લાકડીઓનો ઉપયોગ કરીને વાંસનું સ્ટેન્ડ બનાવવામાં આવે છે.ત્યારબાદ વાંસના અંકુરને ચાર અથવા આઠ વિભાગોમાં કાપવામાં આવે છે (જરૂરી મુજબ).આ વાંસની પાતળી પટ્ટીઓ બ્લેડનો ઉપયોગ કરીને અલગ કરવામાં આવે છે. આ વાંસની પટ્ટીઓને મિલિંગ રોલર પર વધુ સારી ફિનિશિંગ આપવામાં આવે છે.એ પછી સ્ટ્રીપ્સને ઉકળતા પાણીમાં બોરિક એસિડ નાખી યોગ્ય બનાવવામાં આવે છે.આ ફંગલ વિરોધી ગુણધર્મો આપવા માટે સ્ટ્રીપ્સને ફટકડીથી વધુ સારી રીતે તૈયાર કરવામાં આવે છે.

  જેમાં સ્ટ્રીપ્સને રંગ આપવા માટે હળદર જેવા કુદરતી કલર ઉમેરવામાં આવે છે.ત્યારબાદ વાંસની પટ્ટીઓને છાયામાં સૂકવવા દેવામાં આવે છે.સૂકા વાંસની પટ્ટીઓ જરૂરી લંબાઈમાં કાપવામાં આવે છે.ટી કોસ્ટર બનાવવા માટે પાતળી લાંબી પટ્ટીઓ ગોળાકાર ડાઇ સાથે ખેંચવામાં આવે છે.સાદડીઓ બનાવવા માટે વાંસની પટ્ટીઓ એકસાથે વણવામાં આવે છે.ટ્રે બનાવવા માટે અંડાકાર ડિસ્કની આસપાસ વાંસની પટ્ટીઓ વણવામાં આવે છે.આ રીતે વાંસમાંથી બનાવેલી વસ્તુઓ યોગ્ય આકાર અને ફિનિશિંગમાં તૈયાર કરી માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવે છે.

  2. ધર્મિષ્ઠા ચુડાસમા

  તેમની પાસે હેન્ડવર્કને લગતી તમામ વસ્તુઓ મળી રહે છે. જેમાં ચણિયા, બ્લાઉઝ, દુપટ્ટા, પેચ વગેરે જોવા મળે છે. તથા કસ્ટમરની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ પણ બનાવી આપે છે. ખાસ કરીને તેઓ ખાદીના કાપડ પર મિરર વર્ક તથા અન્ય મટિરીયલ જેવા કે ગજી સિલ્ક પર વર્ક જોવા મળે છે.

  3. હંસાબેન ખૂંઢિયા

  તેઓ મોતીના સેટ, માળા, એરિંગ, હાર વગેરે હાથેથી બનાવીને વેચે છે. આ મટિરીયલમાં રૂબી, પન્ના, માણેક વગેરેમાં જોવા મળે છે. આ સાથે મોતીના સેટ, હાર તથા એરિંગમાં ડાયમંડ પણ લગાવેલા જોવા મળે છે.

  કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય તે હેતુ

  અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરોને શહેરી બજાર ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત આર્બનહાટની યોજના હેઠળ આ હાટ તૈયાર કરવામાં આવેલ છે. આ એક્ઝિબિશનનો હેતુ કારીગરોને વધુ નફો ઉપલબ્ધ થાય અને દેશના અમૂલ્ય હસ્તકલા વારસાનું જતન કરવાનો છે. આ હાટ વર્ષના બારેમાસ ધમધમતું રહે છે. જેમાં આ વખતે 125 થી પણ વધારે કચ્છી હસ્તકલા દર્શાવતા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

  ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ વગેરે જેવી વસ્તુઓ ઉપલબ્ધ

  આ મેળામાં કચ્છી ભરતકામ, બાંધણી, ચણિયાચોળી, વુલન શાલ, બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, રોગાન પેઈન્ટિંગ, કોપરબેલ, મડ-મિરર વર્ક, પટોળા સાડી, લુડીયા કાર્વીગ વગેરે જોવા મળે છે. આ ઉપરાંત હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામ તથા ગૃહ સુશોભનની અનેક વિવિધ ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે.

  સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. આ એક્ઝિબિશનનો સમય બપોરે 12.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધીનો હોય છે.
  First published:

  Tags: Fair

  विज्ञापन
  विज्ञापन