Home /News /ahmedabad /Ahmedabad: નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુની લોકોમાં વધુ ડિમાન્ડ

Ahmedabad: નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુની લોકોમાં વધુ ડિમાન્ડ

માં

માં અંબાના ફોટાવાળા, નામવાળા, રાસ-ગરબાવાળા, ચિત્તાના ટેટૂ બનાવડાવી રહ્યા છે

શહેરના ગરબા રસિકોમાં આ વખતએ નવરાત્રિને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને શહેરની યુવતીઓ કે જેઓ ગરબે ઝૂમવા માટે ખૂબ ઉત્સાહી છે. તેવી યુવતીઓ જુદા જુદા પ્રકારના કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે.

    Parth Patel, Ahmedabad : આદ્યશક્તિ મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રિ રંગેચંગે ઉજવાઈ રહી છે. ત્યારે ગરબા ગ્રાઉન્ડ ઉપર સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ખેલૈયાઓ દ્વારા અનેકવિધ તરકીબ અજમાવવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ખેલૈયાઓએ બોડી પર અલગ અલગ પ્રકારના ટેટૂ બનાવડાવ્યા છે.

    દર વર્ષે નવરાત્રિમાં નવા નવા ગરબા અને થીમ લોન્ચ થતી હોય છે

    નવરાત્રી આવે એટલે બહેનોને યાદ આવે ચણિયાચોળી, જ્વેલરી અને દાંડિયા. વર્ષ દરમિયાન કબાટના ખૂણામાં મુકેલી ચણિયાચોળી નવરાત્રીના દિવસોમાં કબાટમાંનું સૌથી મહત્વનું પહેરવેશ થઈ જાય છે. દર વર્ષેની જેમ નવરાત્રિમાં નવા નવા ગરબા લોન્ચ થતાં હોય છે. તેવી જ રીતે દર વર્ષે ગરબા પ્રેમીઓ માટે બજારમાં નવી નવી વસ્તુઓ સ્થાન લેતી હોય છે.

    નવરાત્રીમાં પુરુષો અને સ્ત્રીઓ દરેક ગરબા રમવા માટે અવનવીન રીતે તૈયાર થતા હોય છે. ખાસ કરીને બહેનો જુદા જુદા પ્રકારના આભૂષણો પહેરી, શરીર પર ટેટૂ કરાવી, જુદા જુદા પ્રકારની ફેશનેબલ ડિઝાઇનર ચાણિયાચોળી પહેરી ગરબા માટે તૈયાર થતી હોય છે.

    માં અંબાના ફોટાવાળા, નામવાળા, રાસ-ગરબાવાળા, ચિત્તાના ટેટૂ બનાવડાવી રહ્યા છે

    શહેરના ગરબા રસિકોમાં આ વખતએ નવરાત્રિને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને શહેરની યુવતીઓ કે જેઓ ગરબે ઝૂમવા માટે ખૂબ ઉત્સાહી છે. તેવી યુવતીઓ જુદા જુદા પ્રકારના કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે. ટેટૂમાં મુખ્યત્વે માં અંબાના ફોટાવાળા ટેટૂ, નામવાળા ટેટૂ, ગરબા રમતા ટેટૂ તથા અવનવીન પ્રકારની ડિઝાઈનવાળા ટેટૂ કરાવી ગરબામાં રમઝટ બોલાવતા હોય છે.

    ટેટૂ આર્ટિસ્ટોએ સ્થળ પર જ ટેટૂ પાડી આપવામાં આવે તેવું આયોજન કર્યું

    શહેરના ટેટૂ આર્ટિસ્ટોએ પાસેથી જાણવા મળે છે કે આ વર્ષે નવરાત્રીના તહેવારને અનુલક્ષી છેલ્લા એક મહિનાથી ખાસ કરીને 18 વર્ષથી 35 વર્ષ સુધીની કન્યાઓ અને મહિલાઓએ નવરાત્રિ માટે ટેટૂ પડાવ્યા છે. હાથ પર, પીઠ પર અથવા નેક પર પોતાની પસંદગીવાળા ટેટૂ પડાવ્યા છે. લોકોની માંગને આધારે ટેટૂ આર્ટિસ્ટોએ નવરાત્રિના 9 દિવસ માટે ખાસ ટેટૂના સ્ટોલનું આયોજન કરેલું છે. જેમાં સ્થળ પર જ ટેટૂ પાડી આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત ખાસ કરીને લોકો આ વખતે વડાપ્રધાન મોદી અને મધ્યપ્રદેશમાં લાવવામાં આવેલા નામીબિયાના ચિત્તાના પણ ટેટૂ બનાવડાવી રહ્યા છે. નવરાત્રિમાં સામાન્ય રીતે ચણિયાચોળી ટ્રેડિશનલ ડ્રેસ અને દાગીનાની સાથે સાથે મહેંદી અને ટેટૂનું મહત્વ ધીમે ધીમે વધી રહ્યું છે. જેમાં આ વખતે સામાજિક સંદેશની સાથે સાથે માતાજીના સ્વરૂપો, યંત્ર, આંખો, ત્રિશૂલ, ડમરુ, ફૂલ, પતંગિયા પણ જોવા મળે છે.

    નવરાત્રિ નિમિત્તે ગરબા માટેના ટેટૂની માંગ વધી છે. છોકરીઓ પણ દાંડિયા કરીને ખૂબ જ ટેટૂ બનાવી રહી છે. નવરાત્રિમાં મહિલાઓ પોતાની પીઠ પર ટેટૂ કરાવી રહી છે. જેમાં દેવી દુર્ગાથી લઈને અત્યાર સુધીના વિષયો પર ટેટૂ બનાવવામાં આવી રહ્યા છે.

    આવો જાણીએ ટેટૂ વિશેની કેટલીક રસપ્રદ વાતો

    ટેટૂ કેટલા પ્રકારના હોય છે ?

    ટેટૂ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. જેમાં એક કાયમી ટેટૂ અને બીજુ ટેમ્પરરી ટેટૂ.

    ટેટૂ પડાવવાની કિંમત શું હોય છે ?

    કાયમી ટેટૂ જો બ્લેક એન્ડ વ્હાઇટ કરાવો તો એક ઈંચના આશરે 500/- રૂ. અને જો કલરવાળું કરાવો તો એક ઈંચના આશરે 750/- રૂ. થતા હોય છે. (ટેટૂની સાઈઝ પ્રમાણે ભાવ નક્કી થાય). જ્યારે ટેમ્પરરી ટેટૂ 150/- રૂ. થી શરૂ થાય છે અને જુદી જુદી ડિઝાઈન પ્રમાણે જુદી જુદી કિંમત હોય છે. (ટેટૂની સાઈઝ પ્રમાણે ભાવ નક્કી થાય).

    ટેટૂ પડાવ્યા પછી ભૂંસી શકાય

    કાયમી ટેટૂ પડાવ્યા પછી તે ભૂંસી શકાય નહીં. તેને ભૂંસવાની પ્રક્રિયા ખર્ચાળ અને દર્દનીય બની શકે છે. જ્યારે ટેમ્પરરી ટેટૂને સરળતાથી મરજી મુજબ ઉતારી શકાય છે.

    ટેટૂથી શરીરને કોઈ નુકશાન થાય છે.

    ટેટૂમાં જે કલર વાપરવામાં આવતા હોય છે તે નેચરલ કલર હોય છે. જેથી તે શરીરને નુકશાન કરતાં નથી.
    First published:

    Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन