Home /News /ahmedabad /Ahmedabad News: નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુ તમને પણ બનાવશે ડિફરન્ટ

Ahmedabad News: નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુ તમને પણ બનાવશે ડિફરન્ટ

દર

દર વર્ષે નવરાત્રીમાં નવા નવા ગરબા લોન્ચ થતા હોય છે

ગરબા રસિકોમાં આ વખતે નવલા નવરાત્રાને લગતા જુદા જુદા ટેટુ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ટેટુમાં મુખ્યત્વે માં અંબાના ફોટાવાળા ટેટુ, પોતાના નામવાળા ટેટુ, ગરબા રમતા ટેટુ તથા અવનવીન પ્રકારની ડિઝાઈનવાળા ટેટુ કરાવી રહ્યા છે.

    Parth Patel, Ahmedabad: કોરોના મહામારીને પગલેછેલ્લા બે વર્ષથી વિશ્વ સહિત દેશમાંતમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતા ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ખુશખુશાલ છે. ત્યારે હાલ આજની યુવા પેઢીમાં ટેમ્પરરી ટેટુનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં અવનવા ટેટુ બનાવડાવી ખેલૈયાઓ આ વર્ષે મન ભરીને ગરબા રમશે.

    માં અંબાના ફોટાવાળા, નામવાળા, ગરબા રમતા, અલગ ડિઝાઈનવાળા ટેટુ જોવા મળી રહ્યા છે

    ગરબા રસિકોમાં આ વખતે નવલા નવરાત્રાને લગતા જુદા જુદા ટેટુ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. ટેટુમાં મુખ્યત્વે માં અંબાના ફોટાવાળા ટેટુ, પોતાના નામવાળા ટેટુ, ગરબા રમતા ટેટુ તથા અવનવીન પ્રકારની ડિઝાઈનવાળા ટેટુ કરાવી રહ્યા છે. નવરાત્રીને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ પણ વધ્યો છે.

    નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડિફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ, પુરુષો અલગ અલગ ટેટુ બનાવડાવતા હોય છે. મહિલાઓની સાથે હાલ પુરુષો પણ વિવિધ ભાતના ટેટુ બનાવડાવીને ગરબે ઘુમવા જતા હોય છે. નવરાત્રીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો જુદી જુદી રીતે નવરાત્રીની તૈયારીઓમાં લીન થઈ ગયા છે.

    દર વર્ષે નવરાત્રીમાં નવા નવા ગરબા લોન્ચ થતા હોય છે

    નવરાત્રી આવે એટલે બહેનોને યાદ આવે ચણિયાચોળી, જ્વેલરી અને દાંડિયા. વર્ષ દરમિયાન કબાટના ખૂણામાં મૂકેલી ચણિયાચોળી નવરાત્રીના દિવસોમાં કબાટમાંનું સૌથી મહત્વનું પહેરવેશ થઈ જાય છે. દર વર્ષે જેમ નવરાત્રીમાં નવા નવા ગરબા લોન્ચ થતા હોય છે. તેવી જ રીતે દર વર્ષે ગરબા પ્રેમીઓ માટે બજારમાં નવી નવી વસ્તુઓ સ્થાન લેતી હોય છે.

    નવરાત્રીમાં પુરુષો અને સ્ત્રીઓ દરેક ગરબા રમવા માટે અવનવીન રીતે તૈયાર થતા હોય છે. ખાસ કરીને બહેનો જુદા જુદા પ્રકારના આભુષણો પહેરી, શરીર પર ટેટુ કરાવી, જુદા જુદા પ્રકારની ફેશનેબલ ડિઝાઈનર ચણિયાચોળી પહેરી ગરબા માટે તૈયાર થતી હોય છે. ગરબા રસિકોમાં આ વખતે નવરાત્રાને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે.

    યુવતીઓમાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે

    ખાસ કરીને અમદાવાદ શહેરમાં યુવતીઓમાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. અને આ યુવતીઓ જુદા જુદા પ્રકારના કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે. ટેટુમાં મુખ્યત્વે માં અંબાના ફોટાવાળા ટેટૂ, પોતાના નામવાળા ટેટૂ, ગરબા રમતા ટેટૂ તથા અવનવીન પ્રકારની ડિઝાઈનવાળા ટેટૂ કરાવી ગરબા માટેની તૈયારીઓમાં લાગી ગયા છે.

    આ વર્ષે નવરાત્રિના તહેવારને અનુલક્ષી છેલ્લા એક મહિનાથી ખાસ કરીને કન્યાઓ અને મહિલાઓએ નવરાત્રી માટે ટેટૂ પડાવ્યા છે.

    ટેટૂ કેટલા પ્રકારના હોય છે ?ટેટૂની કિંમત કેટલી હોય છે.

    ટેટૂ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. જેમાં એક કાયમી ટેટૂ અને બીજું ટેમ્પરરી ટેટૂ. કાયમી ટેટૂ જો બ્લેક એન્ડ વાઈટ કરાવો તો એક ઇંચના 500 રૂપિયા અને જો કલરવાળું કરાવો તો એક ઇંચના 750 રૂપિયા થતા હોય છે. જ્યારે ટેમ્પરરી ટેટૂ 150 રૂપિયાથી શરૂ થાય છે અને જુદી જુદી ડિઝાઇન પ્રમાણે જુદી જુદી કિંમત હોય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन