ડિઝીટલ ઈન્ડીયામાં 2.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે : મુકેશ અંબાણી

B
Updated: January 1, 1970, 5:30 AM IST
ડિઝીટલ ઈન્ડીયામાં 2.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે : મુકેશ અંબાણી
પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ડિઝીટલ ઈન્ડીયા વીક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો આ સમયે કેટલાક મોટા ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ડિઝીટલ ઈન્ડીયા વીક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો આ સમયે કેટલાક મોટા ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.

  • Share this:
અમદાવાદ : પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ડિઝીટલ ઈન્ડીયા વીક કાર્યક્રમ લોન્ચ કર્યો હતો આ સમયે કેટલાક મોટા ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ ગણાતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યુ કે, પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિચાર અમારી પ્રેરણા છે અને સાથે જ મુકેશ અંબાણીએ ડિઝીટલ ઈન્ડીયાક્ષેત્રમાં 2.5 લાખ કરોડ રૂપિયાના રોકાણ માટે ઘોષણા કરી હતી. મુકેશ અંબાણીએ કહ્યુ કે પીએમના વિઝનમાં તાકાત છે કે તે ભારતના લોકોના જીવન બદલી શકે છે. આજે ભારત પાસે એવા પ્રઘાનમંત્રી છે જેમનામાં તાકાત છે કે તેઓ પોતાના સ્વપ્નોને જમીન પર લાવી શકે છે. અંબાણીએ વઘુમાં જણાવ્યુ કે, સામાન્ય રીતે ઉદ્યોગ સરકારથી તેજ ચાલે છે પરંતુ અહીં ડિઝીટલ ઈન્ડીયાના માઘ્યમથી સરકાર ઉદ્યોગથી આગળ રહેશે.
First published: July 1, 2015
વધુ વાંચો
अगली ख़बर