Home /News /ahmedabad /અમદાવાદ: પ્રેમલગ્નના નવ મહિનામાં જ પતિએ દેખાડ્યો રંગ, પત્નીએ ટૂંકાવ્યુ જીવન

અમદાવાદ: પ્રેમલગ્નના નવ મહિનામાં જ પતિએ દેખાડ્યો રંગ, પત્નીએ ટૂંકાવ્યુ જીવન

મહિલાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Suicide Cace: અમદાવાદના વાડજમાં એક પરિણીતા એ આપઘાત કરતા ચકચાર. પત્નીના ચારિત્ર શંકા રાખીને માર મારતા કંટાળીને પત્નીએ આપઘાત કર્યો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી.

  અમદાવાદ: અમદાવાદમાં દિન-પ્રતિદિન આપઘાતમાં વઘારો થઈ રહ્યો છે. અમદાવાદના વાડજમાં એક પરિણીતા એ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. પત્નીના ચારિત્ર શંકા રાખીને તેને હેરાન પરેશાન કરતા પત્નીએ કંટાળીને આ અંતિમ પગલુ ભર્યું હતુ. પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

  પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી


  નવ મહિના પહેલા જ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. હવે પત્નીના ચારિત્ર પર શંકા રાખીને તેનો પતિને પરિણીતાને રોજ ઢોર માર મારતો  હોવાથી કંટાળેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે હાલ આ બનાવ અંગે પરિણીતાના પિતાએ વાડજ પોલીસમાં પતિ વિરૂદ્ધ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશમાં રહેતા ભુરસિંગ ગાડરિયા( ઉંમર -51 )ની દીકરી શીતલે આશરે નવ મહિના પહેલા જ નવા વાડજના લેબર કોલોનીમાં રહેતા રાકેશ દાવત સાથે ખુશીથી પ્રેમ લગ્ન કર્યા હતો.

  આ પણ વાંચો: મૂર્તિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, બંગાળમાં 7 અને રાજસ્થાનમાં 6 લોકોના મોત

  ઝઘડા હવે મારઝુડમાં પણ પરિણમવા લાગ્યા


  ઉલ્લેખનીય છે કે, લગ્ન પછી રાકેશ ખુબ જ નાની નાની વાતોમાં પણ શંકા સાથે ઝઘડા કરવા લાગ્યો હતો, જ્યારે તે ઝઘડા હવે મારઝુડમાં પણ પરિણમવા લાગ્યા હતા. વારંવાર તેના પર શંકાઓ કરી મારવા લાગ્યો હતો. આટલે ન અટકતા તે શીતલને માબાઈલમાં પોતાના પરિવારથી પણ વાતો નહોતો કરવા દેતો. આજથી આશરે 15 દિવસ પહેલા શીતલે પોતાના ભાઈ હરભજનને ફોન કરીને કહ્યું હતું કે, મારે ઘરે આવવું છે, પરંતુ રાકેશ ઘરે આવવા દેતો નથી. જે પછી રાકેશ સાથે ઝઘડો થયા બાદ શીતલે 3 ઓકટોબરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

  સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત


  અગાઉ પણ અમદાવાદના યુવતીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોલા ગામમાં રહેતી એક યુવતીના મોત બાદ સાસરિયાઓનું જુઠાણું પણ સામે આવ્યું હતું. હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા બાદ સાસરિયાઓ એ કપડાં ધોતા કરન્ટ લાગતા પડી ગઈ હોવાનું કહ્યું હતું. હકીકત એ હતી કે યુવતીએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Ahmedabad crime news, અમદાવાદ, આપઘાત, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन