ઉના હિંસા: પીડિત દલિતોએ રાષ્ટ્રપતિ પાસે માંગ્યું ઈચ્છામૃત્યુ

પીડિત પરિવારનો આરોપ છે કે, તત્લાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આપેલા વચનો સરકારે પૂરા નથી કર્યા

News18 Gujarati
Updated: November 28, 2018, 11:26 AM IST
ઉના હિંસા: પીડિત દલિતોએ રાષ્ટ્રપતિ પાસે માંગ્યું ઈચ્છામૃત્યુ
પીડિત સરવૈયા પરિવારે એપ્રિલ મહિનામાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો. (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: November 28, 2018, 11:26 AM IST
2016માં ઉનામાં હિંસાનો શિકાર બનેલા દલિત પીડિતોનો આરોપ છે કે, ગુજરાત સરકારે તેમને કરેલો વાયદો પૂરો નથી કર્યો. મંગળવારે આ પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો અને ઈચ્છામૃત્યુની મંજૂરી માંગી. તેઓએ એમ પણ કહ્યું કે તેમના પૈકી એક વ્યક્તિ 7 ડિસેમ્બરથી અનશન પર બેસશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પરિવાર તરફથી લખેલા પત્રમાં વશરામ સરવૈયાએ કહ્યું કે, તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે તેમના પરિવાર અને સંબંધીઓ પર થયેલા હુમલા બાદ જે વાયદો કર્યો હતો, તેને ગુજરાત સરકાર પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો છે. વશરામે પત્રમાં લખ્યું કે, 'તેઓએ (આનંદીબેન પટેલ) આશ્વાસન આપ્યું હતું કે રાજ્ય સરકાર દરેક પીડિતને 5 એકર જમીન આપશે. પીડિતોને તેમની યોગ્યતા મુજબ સરકારી નોકરીઓ મળશે અને મોટા સમધિયાળાને વિકસિત ગામ બનાવવામાં આવશે. ઘટનાને બે વર્ષ અને 4 મહિના થઈ ચૂક્યા છે પરંતુ સરકારે કોઈ વાયદો પૂરો નથી કર્યો અને ન તો આ દિશામાં કોઈ પ્રયાસ કર્યો.'

આ પણ વાંચો, વધુ એક ખેડૂત હિંમત હાર્યો, પાક નિષ્ફળ જતાં સાયલાના ખેડૂતનો આપઘાત

વશરામ, તેમના નાના ભાઈ રમેશ અને તેમના પિતા બાલૂ અને માતા કુંવર તે 8 દલિતોમાં સામેલ હતા, જેમને કથિત ગૌરક્ષકોએ નિશાન બનાવ્યા હતા. વશરામનું કહેવું છે કે હુમલાના કારણે તેમને ચામડાનો પેઢીગત ધંધો છોડવા માટે મજબૂર થવું પડ્યું, જેના કારણે તેમની પાસે રોજી-રોટી કમાવવાનું સાધન નથી બચ્યું. તેઓએ આશંકા વ્યક્ત કરી કે ભવિષ્યમાં ભૂખમરાનો પણ શિકાર થઈ શકે છે. વશરામ મુજબ, તેઓએ ગુજરાત સરકારને આ વિશે લેખિત અને મૌખિક રીતે ફરિયાદ કરી, પરંતુ તેમની સમસ્યાઓ પર કોઈ ધ્યાન ન આપવામાં આવ્યું. વશરામે પોતાના પત્રમાં લખ્યું કે, તેઓ અને બાકીના પીડિત આ વાતને લઈ આશંકિત સરકારે ઘટનાના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં દલિતો પર નોંધાયેલા 74 કેસ પણ પરત નથી લીધાં.
First published: November 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...