Home /News /ahmedabad /Ahmedabad: યુવાને લોકોને વ્યસનમુક્ત કરાવવા ભેખ ધારણ કર્યો; માતા-પિતા આ નામથી બોલાવે

Ahmedabad: યુવાને લોકોને વ્યસનમુક્ત કરાવવા ભેખ ધારણ કર્યો; માતા-પિતા આ નામથી બોલાવે

વ્યસનના બંધાણીને 15-20 દિવસ નિદાન કેમ્પમાં રાખી વ્યસનમુક્ત કરાશે

અમદાવાદમાં ઉમંગ સેવા ટ્રસ્ટ વ્યસનમુક્તિનું અભિયાન ચલાવે છે. અનેક લોકોને વ્યસનમુકત કરાવ્યાં છે. એટલું જ નહી વ્યસનમુક્તિ અભિયાન ચલાવનાર સરફરાજ મન્સુરીને તેન માતા-પિતા લાડથી નરસિંહ મહેતા કહે છે.

Parth Patel, Ahmedabad : અમદાવાદના ચામુંડાબ્રિજ પાસે આવેલી જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર ખાતે છેલ્લાં 4 વર્ષથી ઓફિસર મેડિકલ કેમ્પ પદનો કાર્યભાર સંભાળતા સરફરાજ કાસમભાઈ મન્સુરીએ પોતાના ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા વ્યસનમુક્તિ અભિયાન છેલ્લાં 6 વર્ષથી અવિરત ચલાવી સમાજમાં પ્રસરેલી વ્યસનની બદીને દૂર કરવાની આહલેક જગાવી છે.

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં અંદાજે હજારો માણસોને વ્યસનમુક્ત કર્યા છે. આ સાથે ગરીબ દર્દીઓને આર્થિક સહાય આપવી, અપાવવી, ગરીબ બાળકોને કપડા આપવા જેવા અસંખ્ય સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવે છે.

વ્યસનના બંધાણીને 15-20 દિવસ નિદાન કેમ્પમાં રાખી વ્યસનમુક્ત કરાશે

ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ સરફરાજ મન્સુરીએ જણાવ્યું હતું કે, સમાજમાં પ્રસરેલી વ્યસનની બદીની ભયાનકતા લોકોને સમજાવી તેમાંથી મુક્ત કરવા જનજાગૃતિ લાવવાનું કામ ઉમંગ સેવા ટ્રસ્ટ કરે છે. આ સાથે વ્યસનમુક્તિ કેન્દ્ર સ્થાપવાનો ઉદ્દેશ એ છે કે, જ્યાં વ્યસનના બંધાણીને 15-20 દિવસ રાખી નિદાન કરી વ્યસનમાંથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરાશે.

આ ઉપરાંત ગરીબ દર્દીઓને રાહતદરે દવા તથા સારવાર કરાવી આપવા માટે ખડેપગે હાજર રહે છે. ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રદર્શન યોજવા, સ્કૂલ-કોલેજમાં લેક્ચર યોજવા, વ્યસનમુક્તિ કેમ્પ યોજવા, મેડિકલ કેમ્પ કરવા, કેન્સરથી પીડિત બાળકોને મદદ કરવી એ ઉમંગ સેવા ટ્રસ્ટનો મુખ્ય ધ્યેય છે.

સરફરાજ મન્સુરીને માતા-પિતા લાડમાં નરસિંહ મહેતા કહે છે

સરફરાજ મન્સુરી ગુજરાત વિદ્યાપીઠમાં ધોરણ-5 થી ભણ્યા હોવાથી સામાન્યતઃ સફાઇના ગુણ અને ગાંધીજીના વિચારોને પચાવ્યા છે. તેથી તેમની નસે નસમાં સમર્પણની ભાવના દોડી રહી છે. તેમાં પણ સીડબ્લ્યુની ડિગ્રી ગાંધી સંસ્થામાંથી મેળવી છે. એકંદરે કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી કે સરફરાજ મન્સુરીને ગાંધી વિચારો ગળથુથીમાં મળ્યા છે. સતત સેવાકિય કાર્યોમાં ગળાડૂબ રહેતા હોવાથી તેમના માતા-પિતા તેમને લાડમાં નરસિંહ મહેતા કહે છે.

ચલણી નોટો અને સિક્કાનું ક્લેક્શન કરવાનો અનોખો શોખ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લાં એક વર્ષથી સ્વચ્છતા મિશન દ્વારા ગાંધી બાપુના વિચારોને મૂર્તિમંત કરવા સાથે બાપુને સ્મરણાંજલી અર્પી છે. જ્યારે ગાંધી વિચારોને વરેલા સરફરાજ મન્સુરીએ છેલ્લા 6 વર્ષથી સમાજમાં ઘર કરી ગયેલી અને સમાજને તથા પરિવારોને ખોખલા કરતી વ્યસનની બદીથી મુક્તિ અપાવવાની ધૃણી ધખાવી છે.

નાનો છે પણ રાઇનો દાણો છે. આ બધી ભાગદોડમાં તેમણે 13 વર્ષની ઉંમરથી દેશ-વિદેશની નવી-જુની ચલણી નોટો અને સિક્કાનું ક્લેક્શન કરવાનો અનોખો શોખ છે. જે આજે પણ બરકરાર રહ્યો છે. તેમનો એક જ ધ્યેય છે. સતત પ્રયત્નશીલ રહેવું. આટલી વ્યસ્તતા વચ્ચે પણ પરિવાર માટે સમય કાઢી લે છે. પરિવાર તેમનું બળ છે અને ગરીબ તથા જરૂરિયાતવાળા માનવીને મદદ કરવી તે તેમનો ધ્યેય છે.
First published:

Tags: Ahmedabad news, Camp, Free, Local 18, Tobacco

विज्ञापन