Home /News /ahmedabad /યુક્રેનથી પરત ફરેલા 18 હજાર ભાવિ ડોક્ટર્સનું કેરિયર દાવ પર અને યુનિવર્સિટીઓએ ચલાવી ઉઘાડી લૂંટ, જાણો આખો મામલો

યુક્રેનથી પરત ફરેલા 18 હજાર ભાવિ ડોક્ટર્સનું કેરિયર દાવ પર અને યુનિવર્સિટીઓએ ચલાવી ઉઘાડી લૂંટ, જાણો આખો મામલો

યુક્રેનથી પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓની ફાઇલ તસવીર

વિધાર્થીઓના કાઉન્સિલર ડો. ઉમેશ ગુર્જર જણાવે છે કે, ભારત સરકારે ઓપરેશન ગંગા અંતર્ગત 18 હજાર ભાવિ ડોક્ટર્સને યુક્રેનથી સહી સલામત ભારત પરત લાવ્યા. યુધ્ધથી તેઓનો જીવ તો બચી ગયો છે પણ કેરિયર છે તે દાવ પર લાગ્યું છે.

અમદાવાદ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે 18 હજાર વિધાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. NMC દ્વારા નોટિફિકેશન જાહેર કરી યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં જઈ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. પરંતુ આ વિધાર્થીઓ માટે મુશ્કેલી એ સર્જાઈ છે કે, હવે યુક્રેનની યુનિવર્સિટીઓએ લૂંટ શરૂ કરી છે. વિધાર્થીઓ પાસે અલગ અલગ ડોક્યુમેન્ટના નામે રૂપિયા માંગી 90 ટકા યુનિવર્સિટીઓએ જાણે ઉઘાડી લૂંટ ચલાવી છે.  એ રકમ ભર્યા બાદ પણ વિધાર્થીઓને અન્ય દેશોમાં અભ્યાસ માટે ડોક્યુમેન્ટ નહિ મળે અને વિધાર્થીઓનું વર્ષ બગડશે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલા યુદ્ધના કારણે ગુજરાતના 6800 અને દેશના 18000 વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધને કારણે દેશમાં પરત ફર્યા છે. હાલમાં જ NMC દ્વારા નોટિફિકેશન જાહેર કરી યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં જઈ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. પરંતુ યુક્રેનની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ પાસેથી ડોક્યુમેન્ટના નામે લુંટ શરૂ કરવામાં આવી છે. અભ્યાસ માટે અન્ય દેશમાં ટ્રાન્સફર લેવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી  2000 ડોલર મંગાઈ રહ્યા છે. મેડિકલના બુક્સથી લઈને આઈકાર્ડ જમા કરાવવાના નામે ફી વસૂલવામાં આવી રહી છે. અન્ય દેશમાં ટ્રાન્સફર લેવા માટે વિદ્યાર્થીઓને તેમની ધોરણ 10 અને 12ની માર્કશીટ ઉપરાંત મેડિકલ ટ્રાન્સક્રિપ્ટની જરૂરિયાત છે. ત્યારે  રૂપિયા ભરો તો જ  ટ્રાન્સક્રિપ્ટ અને માર્કશીટ મળશે તેવું કહેવાય રહ્યું છે.

વિધાનસભાનું ચોમાસું સત્ર 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળશે

મોટાભાગના દેશોમાં 30 સપ્ટેમ્બરના રોજ એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે ત્યારે 30 સપ્ટેમ્બર પહેલા જો વિદ્યાર્થીઓ નહીં ભરે તો વર્ષ બગડશે તે નક્કી છે. વિદેશ અભ્યાસ માટે વિધાર્થીઓના કાઉન્સિલર ડો. ઉમેશ ગુર્જર જણાવે છે કે, ભારત સરકારે ઓપરેશન ગંગા અંતર્ગત 18 હજાર ભાવિ ડોક્ટર્સને યુક્રેનથી સહી સલામત ભારત પરત લાવ્યા. યુધ્ધથી તેઓનો જીવ તો બચી ગયો છે પણ કેરિયર છે તે દાવ પર લાગ્યું છે. વિધાર્થીઓને આપવામાં આવેલી બુક, સ્ટુડન્ટસ કાર્ડ, આઈ કાર્ડ, પરત કરો યા ફી પે કરો.

દેવગઢ બારીઆના જંગલમાંથી મળી યુવતીની અર્ધનગ્ન અને ધડ-માથું અલગ કરેલી લાશ

ત્યારબાદ તેઓને ટ્રાન્સક્રિપ્ટ મળશે તે મેળવવા તેઓ વિધાર્થી પોતે યુક્રેન યુનિવર્સિટીમાં આવે યા કોઈ ઓથરાઈઝડ વ્યક્તિને મોકલે. એ પર્સનને મોકલવા માટે પણ આશરે 500થી 800 ડોલરનો ખર્ચ કરવો પડે છે અને યુનિવર્સિટી તેઓને પણ ધક્કા ખવડાવે છે. એટલે વિધાર્થી પૈસા ખર્ચવા છતાં તેઓના 6 મહિના કે વર્ષ બગડશે. વિધાર્થીઓ કહી રહ્યા છે કે, એડમિશન મળેવવા લાખો રૂપિયા ફી ભરી હતી. હવે નવા દેશની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ફરી નવેસરથી એડમિશન ફી ભરવી પડશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Russia Ukraine, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन