ભોપાલથી ઉજ્જૈન આવી રહેલી પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ, ઘાયલોને સારવાર માટે ખસેડાયા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ભોપાલથી ઉજ્જૈન આવી રહેલી પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ, ઘાયલોને સારવાર માટે ખસેડાયા
મધ્યપ્રદેશના શુજાલપુરમાં ચાલુ ટ્રેનમાં વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્ફોટથી ઘણા મુસાફરો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. જોકે હજુ આ અંગે ખાસ વિગતો સામે આવી નથી.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ઇન્દોર #મધ્યપ્રદેશના શુજાલપુરમાં ચાલુ ટ્રેનમાં વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વિસ્ફોટથી ઘણા મુસાફરો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. જોકે હજુ આ અંગે ખાસ વિગતો સામે આવી નથી. પ્રાપ્ત વિગતો અનુસાર ભોપાલ ઉજ્જૈન પેસેન્જર ટ્રેન નંબર 59320 આજે સવારે ઉજ્જૈન તરફ આવી રહી હતી ત્યારે રસ્તામાં એકાએક ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ અંદાજે 10 વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. આ વિસ્ફોટથી ઘણા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને કાલાપીપલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રેલવે એસપી કૃષ્ણા વેણીના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને લીધે આ વિસ્ફોટ થયાનું જાણવા મળી રહ્યું છે. જોકે એમણે એક સૂટકેશમાં વિસ્ફોટક હોવાની પણ વાત કરી છે. સ્થાનિક પોલીસ સાથે જીઆરપી અને આરપીએફ તપાસમાં લાગી છે.
First published: March 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर