UGVCL Office: જેતલપુર બારેજા રોડ પર આવેલા UGVCLની કચેરીમાં મોડી રાતે તસ્કરોએ 1.14 લાખ રૂપિયાની રોક્ડની ચોરી કરીને નાસી જતા ચકચારમચી ગઇ છે. તસ્કરો ચોરી કરવા માટે ગયા ત્યારે બે સિક્યોરીટી ગાર્ડને બાથરુમમાં બંધ કરી દીધા હતા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
અમદાવાદ: જેતલપુર બારેજા રોડ પર આવેલા UGVCLની કચેરીમાં મોડી રાતે તસ્કરોએ 1.14 લાખ રૂપિયાની રોક્ડની ચોરી કરીને નાસી જતા ચકચારમચી ગઇ છે. તસ્કરો ચોરી કરવા માટે ગયા ત્યારે બે સિક્યોરીટી ગાર્ડને બાથરુમમાં બંધ કરી દીધા હતા અને બાદમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બે સિક્યોરીટી ગાર્ડ બાથરુમનો દરવાજો તોડીને બહાર આવ્યા ત્યારે તસ્કરો હાથ સાફ કરીને નાસી છુટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ચોક્કસ ઇરાજા સાથે ચોરી કરવા માટે આવ્યા હતા, જેથી સિક્ટોરીટી ગાર્ડને બાથરૂમમાં બંધ કરીને ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા
બોપલ વિસ્તારમાં પંચવટી બંગ્લોઝમાં રહેતા મયુરભાઇ પરીખે નારોલ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. મયુરભાઇ પરીખ છેલ્લા 21 વર્ષથી જીઇબી ખાતે નોકરી કરે છે. છેલ્લા દોઢ વર્ષથી મયુરભાઇની જેતલપુર બારેજા રોડ આવેલા ઘનશ્યામ પેટ્રોલ પંપની સામે GEB ખાતે નાયબ ઇજનેર તરીકે ડ્યુટી નીભાવી રહ્યા છે. ગઇકાલે મયુરભાઇ પોતાના ઘરે હતા ત્યારે યુજીવીસીએલ ખાતામાં ડ્યુટી કરી રહેલા સિક્યોરીટી ગાર્ડ લાલુભા ગોહિલનો ફોન આવ્યો હતો અને ચોરી થઇ હોવાની માહિતી આપી હતી.
લાલુભા ગોહિલે મયુરભાઇને જણાવ્યુ હતુ કે, ‘મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ત્રણથી ચાર જેટલા શખ્સો આવ્યા હતા અને મને તેમજ જયદીપ પરમાર નામના સિક્યોરીટી ગાર્ડને બાથરુમમાં પુરી દીધા હતા. અડધો કલાક બાદ લાલુભા અને જયદીપ બાથરુમનો દરવાજો તોડીને બહાર આવ્યા ત્યારે જીઇબી ઓફિસનો લોંખડની જાળીવાળો દરવાજો તુટેલો હતો. બન્ને સિક્યોરીટી ગાર્ડ ઓફિસમાં જઇને જોયુ તો તસ્કરોએ તીજોરીનું તાળુ તોડી નાખ્યુ હતું. જેમાંથી રોકડ રકમ રૂપિયા 1 લાખ 14 હજાર ની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
આ સાથે સાથે જ્યારે પંખા, કોમ્પ્યુટર અને પ્રિન્ટરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે સાથે પોલીસે ઓરોપીઓને ઝડપી લેવા માટે પણ કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. જેથી પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.