Home /News /ahmedabad /અમદાવાદની ખારીકટ કેનાલ બની જશે ભૂતકાળ, AMC એ બે ટેન્ડર મંજૂર કર્યા

અમદાવાદની ખારીકટ કેનાલ બની જશે ભૂતકાળ, AMC એ બે ટેન્ડર મંજૂર કર્યા

કેનાલમી આજુબાજુ જમીનને લેવલે લાવી રોડ નેટવર્ક પણ ઉભુ કરી શકાશે.

AMC News: અમદાવાદ શહેરમાં આવેલ દક્ષિણ, પૂર્વ તેમજ ઉત્તર ઝોન વિસ્તારોને સાંકળતી ખારીકેટ કેનાલ પસાર થયા છે. ખારીકટ કેનાલનો 110 વર્ષ પહેલા પૂર્વ અમદાવદાના વરસાદી વહેળાનો ઉપયોગ કરી દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કિમીની લંબાઇમાં બનાવેલી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ મહાનગર પાલિકાની હદમાં આવેલ નરોડા સ્માશન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું નવીનીકરણ યોજાશે. અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી વોટર કમિટીએ પાંચ ટેન્ડર પૈકી બે ટેન્ડર મંજૂર કર્યા છે. એક ટેન્ડર લિગલ અભિપ્રાય લેવાયો છે અને અન્ય બે ટેન્ડર માટે કંપની સ્થળ મુલાકાત બાદ નિર્ણય કરાશે.

એએમસી વોટર કમિટી ચેરમેન જતિન પટેલ જણાવ્યુ હતું કે પૂર્વ અમદાવાદ માટે એક મોટી સમસ્યા બનેલી ખારીકટ કેનાલ નવીકરણ અને કેનાલ બંધ કરવા એએમસી કામગીરી હાથ ધરી છે. કેનાલ બંધ કરવા પાછળ અંદાજીત 1200 કરોડથી વધુની રકમ ખર્ચ કરાશે. જે એએમસીના ઇતિહાસમાં કોઇ એક પ્રોજેકટ માટે ખર્ચ થતી હોય તે પહેલી યોજના હશે. એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. પાંચ કંપનીઓ પૈકી બે કંપનીના ટેન્ડર મંજૂર કરાયા છે. અન્ય બે કંપનીઓ ટેન્ડર આવ્યા છે પરંતુ અધિકારીઓ દ્વારા કંપની કામગીરી સ્થળ તપાસ બાદ નિર્ણય કરાશે. તેમજ પાંચમી કંપનીના ટેન્ડરમાં લિગલી અભિપ્રાય બાદ નિર્ણય કરાશે.

શહેરના પૂર્વ વિસ્તાર અંદાજીત 12.7 કિમી લાંબી ખારીકટ કેનાલ બંધ કરી તેના પર બોક્ષ બનાવી ડેવલપ કરાશે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને એએમસી સંયુક્ત આ કામગીરી કરશે. વર્લ્ડ બેંક તરફથી પણ અહીં ફંડની જોવાઇ કરાશે. કેનાલને વિકાસ કરી બોક્ષ કરી બંધ કરાશે. કેનાલ પર રોડ બનશે, જેનાથી એસપી રોગ સમકક્ષ એક નવો રોડ શહેરીજનો માટે મળશે. કેનાલ બોક્ષ ઝડપથી બંને તે માટે 5 અલગ-અલગ કોન્ટ્રાક્ટર કામ કરશે. આગામી 24 મહિનામાં આ કામ પૂર્ણ કરવા સુચના અપાઇ છે. ખારીકટ કેનાલ હવે ભુતકાળ બનશે.

આ પણ વાંચો: ઉત્તરાખંડ હેલિકોપ્ટર ક્રેશમાં ત્રણ ગુજરાતીનાં મોત, ત્રણેય દીકરી ભાવનગરની વતની

અમદાવાદ શહેરમાં આવેલ દક્ષિણ, પૂર્વ તેમજ ઉત્તર ઝોન વિસ્તારોને સાંકળતી ખારીકેટ કેનાલ પસાર થયા છે. ખારીકટ કેનાલનો 110 વર્ષ પહેલા પૂર્વ અમદાવદાના વરસાદી વહેળાનો ઉપયોગ કરી દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કિમીની લંબાઇમાં બનાવેલી હતી.

એએમસી દ્વારા નરોડા સ્માશન ગૃહથી વિમઢેલ વહેળા સુધીની આશરે 12,760 મીટર લાંબી કેનાલને વિકાસ કરી પ્રિકાસ્ટ બોક્ષ કેનાલ અને આરસીસી સ્ટ્રોમ વોટર બોક્ષ તેમજ ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાંખવા આવશે. ટ્રાન્સપોર્ટૈશનની સુવિધા વધારવા કેનાલ પર રોડ અને સ્ટ્રીટ લાઇટ બનાવાનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે. ખારીકટ ડેવલોપમેન્ટને કારણે શહેરીજનોની સુવિધામાં વધારો થશે.

આ પણ વાંચો: કેબિનેટ બેઠક બાદ ઇમ્પેક્ટ ફીને લઈને મોટી જાહેરાત

ખારીકટ કેનાલ નવીનીકરણ

કેનાલની જગ્યાએ શહેરને ખાસ જરૂરી એવી અન્ડગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર લાઇનની તેમજ ડ્રેનેજ લાઇનની કનેક્ટીવીટી કરી શકાય તેમ છે.
કેનાલમી આજુબાજુ જમીનને લેવલે લાવી રોડ નેટવર્ક પણ ઉભુ કરી શકાશે.
કેનાલની આસપાસ નિચાણ વાળા વિસ્તારમાંથી વરસાદી પાણીનો સત્વરે નિકાલ થશે.
પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક વોર્ડની ડ્રેનેજ ઓવર ફલો સમસમ્યા મહદ અંશે નિકાલ થશે.
સિંચાઈ માટે પ્રિકાસ્ટ બોક્ષની કેનાલ, વરસાદી પાણીના વહન માટે આરસીસી સ્ટોમ વોટર ડ્રેનેજ બોક્ષ બનશે.
કેનાલને બંને કાઠે જરૂરિયાત મુજબની પાણીની પાઇપ લાઇવ નાખવામા આવશે તેમજ ડ્રેનેજ લાઇવ પણ નાખવામા આવશે.
કેનાલ બોક્ષ બનાવી બંધ કરી ઉપર 30 મિટરના ડામર રોડ બનશે.
જીઆઇડીસી મેગા લાઇન જેવી લાઇનોનું શિફ્ટીગ પ્રથમ કરવામાં આવશે.
કેનાલ ડેવલપમેન્ટ પાંચ પેકેજ તૈયારી કરી કરવામાં આવશે, એક સાથે પાંચ એજન્સીઓ કામ કરશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, AMC latest news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો