પાંચમાંથી બે સ્પીડ ગન બંધ, ટ્રાફિક પોલીસકર્મીને ટ્રેનિંગ જ નથી અપાઇ ?

પાંચમાંથી બે સ્પીડ ગન બંધ હાલતમાં જોવા મળી હતી, જો કે ટ્રાફિક ડીસીપીએ બચાવ કરી સ્પીડ ગન ચાલુ હોવાનો દાવો કર્યો પરંતુ પીએસઆઇએ બંધ હોવાનું જણાવ્યું.

News18 Gujarati
Updated: August 14, 2019, 8:04 AM IST
પાંચમાંથી બે સ્પીડ ગન બંધ, ટ્રાફિક પોલીસકર્મીને ટ્રેનિંગ જ નથી અપાઇ ?
પાંચમાંથી બે સ્પીડ ગન બંધ હાલતમાં જોવા મળી હતી, જો કે ટ્રાફિક ડીસીપીએ બચાવ કરી સ્પીડ ગન ચાલુ હોવાનો દાવો કર્યો પરંતુ પીએસઆઇએ બંધ હોવાનું જણાવ્યું.
News18 Gujarati
Updated: August 14, 2019, 8:04 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતા પોલીસ કમિશનરે ઓવર સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડયું છે. સરકારી પ્રોજેક્ટ કે જાહેરનામું જ્યારે અમલમાં આવે ત્યારે મોટાપાયે જાહેરાત તો થતી હોય છે. પરંતુ શરૂઆત થયેલા પોજેકટ અને લાખો રૂપિયે ખરીદાયેલા મશીન આખરે કેવા અને કેટલા ઉપયોગમાં આવે છે તે પણ જોવાતું નથી. પોલીસ કમિશનરે વાહનોની સ્પીડ મર્યાદા નક્કી કરતું જાહેરનામું બહાર પાડ્યું પણ સ્પીડ માપવા માટેની સ્પીડ ગન જ બંધ હાલતમાં જોવા મળી.

પોલીસ કમિશનરે વાહનની ગતિ નક્કી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ભારે અને મધ્યમ વાહનો માટે 40 કિમી પ્રતિ કલાક, ફોર વ્હીલર માટે 60 કિમી પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિમી પ્રતિ કલાક, ટુ વ્હીલર માટે 50 કિમી પ્રતિ કલાક નક્કી કરાઇ છે. પણ પોલીસે જ્યારે સવારે એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં સ્પીડ ગનથી ચેકિંગ હાથ ધર્યું ત્યારે બે સ્પીડ ગન બંધ હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ અહીં રોકાણ કરવા પર બે વર્ષમાં ડબલ થઈ જશે પૈસા, જાણો - શું છે આ સ્કિમઆ ગનથી સ્પીડ કેચઅપ નહોતી થતી. સ્પીડ ગન ઓટો મોડ પર હોવાથી તેમાં સ્પીડ કેચઅપ નહિ થઇ હોય અથવા ટીમ આ બાબતે ટ્રેઇન નહિ હોય તેવું ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું. જો કે સ્પીડ ગનથી સ્પીડ માપવા માટેની નિરમા સર્કલ પર રહેલી પોલીસ ટીમે ગનમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું હતું. ટ્રાફિક ડીસીપીએ પાંચેય સ્પીડ ગન ચાલુ હાલતમાં હોવાનું જણાવ્યું જો કે પરિસ્થિતી કાંઇ અલગ જ જોવા મળી હતી.

બીજી તરફ વધુ ગન બાબતે ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું કે તેઓએ વધુ 15 સ્પીડ ગન મંગાવવા માટે પ્રપોઝલ મૂક્યુ છે. જે મંજૂર થયા બાદ પોલીસ વધુ કામગીરી કરી શકશે.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...