અમદાવાદઃ સ્પાયડરમેનને પકડનાર અને સોની બજારમાં નેટવર્ક ધરાવતા પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ
News18 Gujarati Updated: August 14, 2019, 6:03 PM IST

પોલીસ કર્મચારીઓની તસવીર
ગુજરાત રાજ્યના પોલીસ દળના કુલ 13 લોકોનો સમાવેશ થાય છે.
- News18 Gujarati
- Last Updated: August 14, 2019, 6:03 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ અધિકારી અને જવાનોને પોલીસ ચંદ્રક એનાયત કરાશે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ દળના કુલ 13 લોકોનો સમાવેશ થાય છે. જેમાંના ત્રણ પોલીસ અધિકારી અને કર્મચારી અમદાવાદમાં ફરજ બજાવે છે. ટ્રાફિક વિભાગના એસીપી આકાશ પટેલ અને ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ રાઠોડ અને પ્રતાપસિંહ ચૌહાણને પ્રશંસનિય સેવા બદલ આ મેડલ એનાયત કરાશે.
15મી ઓગષ્ટ 2019ના રોજ વિસિષ્ઠ સેવા અને પ્રશંસનિય સેવા અંગેના મેડલ એનાયત કરાશે. ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ચેતનસિંહ રાઠોડ-બક્કલ નંબર 9677 વર્ષ 1999થી પોલીસ ખાતામાં જોડાયા હતા. તેમણે અત્યારસુધીમાં એટલે કે 20 વર્ષની સર્વિસમાં સેટેલાઇટ, વેજલપુર, નવરંગપુરા, મહિલા સેલ, ટ્રાફિક અને હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી છે. તેઓ કોન્સ્ટેબલ તરીકે આ ખાતામાં જોડાયા હતા અને બાદમાં તેઓને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું હતું.
ચેતનસિંહે અત્યારસુધીમાં અનેક ચોરી, ધાડ, મર્ડર, લૂંટ જેવા ગુનાના ભેદ ઉકેલ્યા છે. પણ મહેસાણામાં ગાડીની લૂંટ માટે એક વ્યક્તિનું મર્ડર કરનાર ચકચારી કેસનો ભેદ તેમણે ઉકેલ્યો હતો. ત્યારે તેઓ સેટેલાઇટ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા હતા. વેજલપુરમાં 18થી વધુ ચોરી કરનાર સ્પાયડરમેનને પણ તેમણે પકડ્યો હતો. જે તે સમયે સ્પાયડરમેનએ અમદાવાદમાં તરખાટ મચાવ્યો હતો. પોશ વિસ્તારના ટાવરોમાં તે સ્પાયડરમેનની જેમ ચઢીને ઘરમાં ઘૂસીને ચોરી કરતો હતો.તો આવી જ ઉત્કૃષ્ઠ કામગિરી કરનાર અન્ય હોડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ચૌહાણ - બક્કલ નંબર 9378 વર્ષ 1997માં પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે આવ્યા હતા. તેઓની 23 વર્ષની નોકરીમાં તેમણે ખાડીયા, મણિનગર, કાગડાપીઠ, દાણીલીમડા જેવા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવી છે. અને હાલ તેઓ ક્રાઇમબ્રાંચમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઇ સોનાના દાગીના લૂંટાય ત્યારે ત્યારે ભલભલા અધિકારીઓ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહને યાદ કરે છે .
કારણકે ચોર જે બજારમાં આ ચોરીના દાગીના વહેંચે છે ત્યાં તેમનું ખુબ સારૂં બાતમીદારોનું નેટવર્ક છે. થોડા વર્ષો પહેલા સિનિયર સિટિઝનોને ફ્લેટ બતાવવાની લાલચે લૂંટનાર પરેશ ઉર્ફે પરિયોને પણ કોઇ શોધી ન શક્યું હતું પણ પ્રતાપસિંહે માત્ર તેના એક ફોટા પરથી તેને ઝડપી પાડ્યો હતો.
15મી ઓગષ્ટના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે સન્માન સાથે બંને હેડ કોન્સ્ટેબલ અને એસીપી આકાશ પટેલને પોલીસ કમિશનર એ કે સિંહ દ્વારા મેડલ એનાયત કરાશે. તો સાથે સાથે નવી ભરતીના પોલીસ કર્મીઓ માટે પણ ખંત અને વિસ્વાસ સાથે કામ કરવાની આ જવાનો સલાહ આપી રહ્યા છે.

Loading...