અમદાવાદઃ ATM માઇનિંગની મદદથી રૂપિયા સેરવી લેતા બે લોકોની ધરપકડ, 381 કાર્ડ જપ્ત

નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઈ છે. કારણ કે કોઈપણ ઓટીપી અને માહિતી આપ્યા વગર લોકોના ખાતામાંથી રુપિયા જતા રહેતા હતા.

News18 Gujarati
Updated: September 5, 2019, 3:32 PM IST
અમદાવાદઃ ATM માઇનિંગની મદદથી રૂપિયા સેરવી લેતા બે લોકોની ધરપકડ, 381 કાર્ડ જપ્ત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 5, 2019, 3:32 PM IST
નવીન ઝા, અમદાવાદઃ બેન્કના એટીએમ થકી પૈસા પડાવી છેતરપિંડી આચવાની રીત વિશે આપણે જાણીએ છીએ. પૈસા પડવાવવા માટે ગઠિયા અનેક નવી રીતો શોધી લેતા હોય છે. લોકોના બેન્કના ખાતાની માહિતી મેળવી એટીએમ માઇનિંગની મદદથી છેતરપિંડી આચરવાની નવી રીતે સામે આવી છે. આ અંગે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 381 જેટલા ઈન્ટરનેશન એટીએમ કાર્ડ સહિત અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દેશમાં સાયબર ક્રાઈમની આ નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ગઈ છે. કારણ કે કોઈપણ ઓટીપી અને માહિતી આપ્યા વગર લોકોના ખાતામાંથી રુપિયા જતા રહેતા હતા.પોલીસનું કહેવું છે કે આ લોકો એસબીઆઈનું ઈન્ટરનેશનલ બ્લેન્ક એટીએમ કાર્ડ બનાવી લેતા હતા. ત્યાર બાદ બેંકમાંથી ખાતા ધારકોની માહિતી મેળવી એસબીઆઈના એટીએમમાંથી રુપિયા કાઢી લેતા હતા. કમલનાથ રામનાથ સિનૈયા, રહેવાસી-બેંગ્લોર અને રાજકુમાર પ્રેમારામ નાઈ, રહેવાસી રાજસ્થાન આ બન્ને આરોપીઓ ભેગા થઈને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.

પોલીસે તેમની પાસેથી 381 ઈન્ટરનેશનલ એટીએમ કાર્ડ, લેપટોપ, એપ્લિકેશન, મશીન અને આશરે 1.10 લાખ રોકડ રકમ કબ્જે કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એટીએમ કાર્ડ પર ડેટા બદલી એકજ કાર્ડનો અનેક વાર ઉપયોગ કરતા હતા. આ ગેંગનો ભોગ વિદેશી નાગરિકો પણ બન્યા હોવાની શક્યતા સામે આવી રહી છે.

આ પણ વાંચોઃ-બોપલમાં સગીર ચાલકે પૂરપાટ કાર હંકારી મહિલાને કચડી, મોત

કંઈ રીતે પકડાયા આરોપીઓ?
આ બન્ને આરોપીઓ ગુજરાત યુનિવર્સીટી વિસ્તારમાં એક એસબીઆઈના એટીએમમાં રુપિયા કાઢી રહ્યા હતા ત્યારે તેમની પાસે અનેક એટીએમ હતા ત્યારે એક વ્યકિત ત્યાં રુપિયા ઉપાડવા ગયા હતા તે દરમ્યાન તેમની નજર તેની ઉપર ગઈ તેમને પોલીસને ફોન કરી ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કર્યુ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.
Loading...

ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.બી.દેસાઈનું કહેવું છે કે અમે હાલ એ તપાસ કરી રહ્યા છીએ આરોપીઓ પાસે બેંકમાંથી ડેટા કંઈ રીતે મળતા હતા. શું આ કેસમાં કોઈ બેંકનો કર્મચારી પણ સામેલ છે કે કેમ. હવે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે આવા ફ્રોડમાં ખાતાધારકોને કંઈ રીતે બચી શકાય કારણ કે તેમને કોઈ પણ માહિતી આપી નથી છતા તેમના રુપિયા જે રીતે ગાયબ થઈ જાય છે તે ચિંતાનો વિષય છે.
First published: September 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...