'બેથી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી'

Haresh Suthar | News18 Gujarati
Updated: April 10, 2017, 12:34 PM IST
'બેથી વધુ બાળકો હશે તો નહીં મળે સરકારી નોકરી'
વસ્તી વધારાને નિયંત્રણમાં લેવા માટે સરકાર એક નવો નિયમ લાગુ કરવા જઇ રહી છે. આસામની ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં હવેથી બે કે તેથી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને સરકારી નોકરીનો લાભ નહી આપે, ઉપરાંત સરકારી યોજનાઓમાં પણ આ નિયમ લાગુ કરવા જઇ રહી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 10, 2017, 12:34 PM IST
નવી દિલ્હી #વસ્તી વધારાને નિયંત્રણમાં લેવા માટે સરકાર એક નવો નિયમ લાગુ કરવા જઇ રહી છે. આસામની ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં હવેથી બે કે તેથી વધુ બાળકો ધરાવતા વ્યક્તિઓને સરકારી નોકરીનો લાભ નહી આપે, ઉપરાંત સરકારી યોજનાઓમાં પણ આ નિયમ લાગુ કરવા જઇ રહી છે.

ભારતીય જનતા પાર્ટીની આસામ સરકારે રવિવારે એક વસ્તી નિયંત્રણ નીતિની જાહેરાત કરી છે. જે અનુસાર જેમના બે કે તેથી વધુ બાળકો છે તેઓને રાજ્યમાં સરકારી નોકરી માટે અયોગ્ય ગણવામાં આવશે.

આસામના આરોગ્ય મંત્રી હિમંત વિશ્વ શર્માએ પત્રકારો કહ્યું કે, આ વસ્તી વધારા સામે નિયંત્રણ કરવા માટેની નીતિ જાહેર કરી છે. અમે ભલામણ કરી છે કે બે કે તેથી વધુ બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી માટે પાત્ર નહીં ગણવામાં આવે. તેમણે કહ્યું કે, આ શરત આધારે નોકરી મેળવનાર કોઇ પણ વ્યક્તિએ પોતાના કાર્યકાળ દરમિયાન પણ આ નિયમને પાળવાનો રહેશે.

શર્માના અનુસાર ટ્રેક્ટર આપવા, આવાસ આપવા અને અન્ય કોઇ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ આ નીતિ લાગુ રહેશે.

રાજ્ય નિર્વાચન આયોગ હેઠળની થનારી કોઇ પણ સ્થાનિક સ્વરાજ્યની કોઇ પણ ચૂંટણીમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી શર્માએ કહ્યું કે, આ નીતિનો ઉદ્દેશ્ય વિશ્વ વિદ્યાલયમાં તમામ સ્તરે છોકરીઓને મફત શિક્ષણ આપવાનો પણ હેતું છે.
First published: April 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर