Home /News /ahmedabad /

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 મહિલાઓને ઝડપી પાડી, મહિલાઓનું કામ જાણી તમે પણ ચોંકી જશો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 મહિલાઓને ઝડપી પાડી, મહિલાઓનું કામ જાણી તમે પણ ચોંકી જશો

શહેરના BRTS અને AMTS માં ચોરીના બનાવોને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા સૂચના આપી હતી.

શહેરના BRTS અને AMTS માં ચોરીના બનાવોને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી અને જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજેશ્વરી અને સોનલને ગોડલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી બંન્નેને પકડી તપાસ કરવામાં આવી હતી

વધુ જુઓ ...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) 2 મહિલાઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરી (stealing)નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. બન્ને મહિલા (lady thief)ઓ વિશે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી અને જે માહિતીના આધારે બન્નેની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં અનેક ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે.

ઘટનાની વાત કરીએ તો શહેરના BRTS અને AMTS માં ચોરીના બનાવોને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી અને જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજેશ્વરી અને સોનલને ગોડલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી બંન્નેને પકડી તપાસ કરવામાં આવી હતી અને બન્ને મહિલાઓ પાસેથી સોનાની બુટી, ચેઈન અને વીંટી કબ્જે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- રાજકોટ: જીપના બોનટ પર સૂઇ વીડિયો બનાવવું ગાયક શેખરદાન ગઢવીને ભારે પડ્યું

જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે, બન્ને મહિલાઓ છેલ્લા 20 દિવસમાં બસમાં નજર ચૂકવીને ચોરી કરી છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ બન્ને સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે અને જેમાં રાજેશ્વરી સામે અગાઉ તો પાસા પણ થઈ ચૂકી છે. આ મામલે ક્રાઈમના અધિકારીઓનું કેહવુ છે કે, આ લોકોની મોડસ ઓપરેન્ડી કઈ એવી છે કે સિટીમાં ચાલતી BRTS, AMTS અને એસટી બસમાં ભીડ હોય તેવી બસમાં જવાનું અને તે બસમાં પેસેન્જરની નજર ચૂકવી તેમની બેગમાંથી રોકડ અથવા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લેતા હતા.

આ પણ વાંચો- રાજકોટ પોલીસને પડકાર ફેંકતા લુખ્ખાઓ, યુવાનને માર મારતાં હોઈ તે પ્રકારની રીલ બનાવી

હાલ તો 2 ગુનાઓમાં આ બંન્નેની ધરપકડ કરવામાં આવી છે પંરતુ બંન્ને વિરૂદ્ધ તપાસ ચાલુ છે અને તપાસમાં અન્ય ગુનાઓના ભેદ ખુલી શકે તેમ છે અને આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Gujarati news, Latest Ahmedabad Crime news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन