Home /News /ahmedabad /અમદાવાદ Live અકસ્માત Video: કારની ટક્કરથી બે બાળકોના મોત, પરિવાર વિખેરાઈ ગયો

અમદાવાદ Live અકસ્માત Video: કારની ટક્કરથી બે બાળકોના મોત, પરિવાર વિખેરાઈ ગયો

સિંધુભવન રોડ પર અકસ્માતમાં બે બાળકોના મોત

કિરણભાઈ વાસફોડીયા ગુરુવારે સવારના સમયે પેંડલ રિક્ષામાં તેમની પત્ની અને બે બાળકોને બેસાડીને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ creta કાર ચાલકે તેઓને ટક્કર મારી

અમદાવાદ : પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકાવીને અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા છે. જેમાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવે છે. આવો એક બનાવ ગુરુવારે શહેરના સિંધુભવન રોડ પર જોવા મળ્યો છે. જેમાં શ્રમજીવી પરિવારના બે બાળકોના કારની ટક્કરે મૃત્યુ નિપજ્યા છે.

સિંધુભવન રોડ પર ખુલ્લા છાપરામાં રહીને પેંડલ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા કિરણભાઈ વાસફોડીયા ગુરુવારે સવારના સમયે પેંડલ રિક્ષામાં તેમની પત્ની અને બે બાળકોને બેસાડીને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ creta કાર ચાલકે તેઓને ટક્કર મારી હતી. જેમાં તેમની પત્ની અને બંને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે, કારની ટક્કરના કારણે પેડલ રીક્ષા કારના પણ પહેલા ફૂલ સ્પીડમાં રોડ પર આગળ દોડે છે. એક વ્યક્તિ ટક્કર સમયે જ નીચે પડી જાય છે.



આ દુર્ઘટનામાં બાળકોને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે પત્નીને પગના ભાગે ઈજા પહોંચી હતી. બનાવ બન્યા બાદ આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા અને બંને ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જોકે, ઘટના બાદ કારચાલક જે ઇજાગ્રસ્ત ફરિયાદીના પત્ની હતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અમદાવાદમાં જૂથ અથડામણનો Live Video: બે જૂથ વચ્ચે પથ્થરમારો, લાકડીઓ લઈ તૂટી પડ્યા

અમદાવાદમાં જૂથ અથડામણનો Live Video: બે જૂથ વચ્ચે પથ્થરમારો, લાકડીઓ લઈ તૂટી પડ્યા

જોકે સારવાર દરમિયાન બંને બાળકોના મૃત્યુ નિપજયા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કારચાલકની સામે ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Car accident, Live Accident video, અમદાવાદ અકસ્માત