PSI પર હુમલો કરનારા શખ્સોએ મહિલા સિંગરનું અપહરણ કરી ખંડણી માંગી

બંને આરોપીઓ પીએસઆઇ અર્જુન ભરવાડને પતાવવા પોલીસ ચોકીમાં ઘૂસી ગયા હતા.

News18 Gujarati
Updated: October 12, 2019, 1:00 PM IST
PSI પર હુમલો કરનારા શખ્સોએ મહિલા સિંગરનું અપહરણ કરી ખંડણી માંગી
ફરિયાદી સિંગર ભૂમી પંચાલ
News18 Gujarati
Updated: October 12, 2019, 1:00 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ : એકતરફ રાજ્યના પોલીસ વડા દારૂની બદી ડામવા માટે દરોડાં પાડીને કડક કાર્યવાહીની સૂચના આપી રહ્યા છે ત્યારે બુટલેગરોને ખાખીનો ડર જ ન હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં
રામોલ વિસ્તારના કુખ્યાત અક્ષય ભુરિયો અને અજીત વાઘેલાએ પીએસાઇ અર્જુન ભરવાડ પર હુમલો કર્યો હતો. હવે આ બંને શખ્સો સામે અપહરણ અને ખંડણીની વધુ એક ફરિયાદ મહિલા સિંગરે આપી છે.

શહેરના સુરેલિયા એસ્ટેટ પાસે રહેતી ભૂમી પંચાલ ગાયક કલાકાર છે. તેના જ ઘરની સામે આવેલી કૈલાસ પાર્ક સોસાયટીમાં કુખ્યાત શખ્સો અક્ષય ભુરિયો અને અજીત વાઘેલા રહે છે. બે દિવસ પહેલા ભૂમી જશોદાનગરમાં એક

સાઉન્ડવાળાનો હિસાબ કરવા ગઈ હતી. આ સમયે તેના મોબાઇલ ફોન પર અક્ષય ભુરિયાનો ફોન આવ્યો હતો. અક્ષયે ફોન કરીને કહ્યું હતું કે મારે એક લાખની જરૂર છે, તું નવરાત્રીમાં બહુ કમાણી છો. જોકી, ભૂમીએ રૂપિયા
આપવાની ના પાડતા તે આવેશમાં આવી ગયો અને ભૂમીની વાત અજીત વાઘેલા સાથે કરાવી હતી. અજીતે પણ ભૂમીને ધમકી આપી કે હતી કે, આખું સુરેલિયા મારૂં છે. તું પૈસા નહીં આપે તો તને ઉપાડી જઇશ.

આરોપીઓ

Loading...

આ પણ વાંચો : અમદાવાદમાં રામોલના PSI પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

ધમકી બાદ ભૂમી તેના ફોટોગ્રાફર સાથે ત્યાંથી કાર લઇને નીકળી ગઈ હતી. ભૂમી જ્યારે આરોપીઓના ઘર પાસે પહોંચી ત્યારે તેઓ હથિયાર સાથે ઉભા હતા. જે બાદમાં ખંડણી માંગી આરોપીઓ ભૂમીનું અપહરણ કરી ગયા હતા.
જે બાદમાં બંને શખ્સો કાર લઇને દાસ્તાન સર્કલ પાસે ગયા હતા, ત્યાં કોઇનો ફોન આવતા જ ભૂમી અને કાર મૂકીને ફરાર થઈ ગયા હતા.

'PSI ભરવાડ દારૂ નથી વેચવા દેતો, તેને પૂરો જ કરવાનો છે'

ભૂમી પંચાલનું અપહરણ કરી શખ્સો જતાં હતાં ત્યારે રસ્તામાં સુરેલિયા ચોરી આવી હતી. અહીં અક્ષય ભુરિયો કારમાંથી ઉતરી ચોકીમાં ગયો હતો. ત્યાં પીએસઆઇ અર્જુન ભરવાડ હાજર ન હોવાથી તે પાછો કારમાં બેસી ગયો અને
બોલ્યો હતો કે, "આ ભરવાડ હાજર નથી. દારૂનો ધંધો કરવા દેતો નથી, તેને જીવતો નહીં છોડીએ, તેને પૂરો જ કરવાનો છે."
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...