અમદાવાદઃએટીએમ તોડવા આવેલા લૂંટારૂ ને કંઇ હાથ ન લાગ્યુ, જાણો કારણ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 9:31 AM IST

અમદાવાદ ના માણેકબાગ વિસ્તાર માં આવેલ એચડીએફસી બેન્કમાં શુક્રવારે મોડી રાતે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટીએમના સીસીટીવીમાં થોડી હલચલને થવાને કારણે હેડ ઓફિસ મુંબઇમાં એલાર્મ વાગવાને કારણે મુંબઇ ઓફિસથી સેટેલાઇટ પોલીસને આ બાબત ને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ ને જાણ કરવામાં આવી હતી.

લૂંટારુઓ દ્વારા સૌ પ્રથમ એટીએમ ના બહાર ના  સીસીટીવી ને બીજી દિશા માં ફેરવી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ અંદર ના સીસીટીવી સાથે પણ છેડ છાડ કરવામાં આવી હોવાનું પોલીસ એ જણાવ્યું હતું.હાલ તો  એલિસબ્રિજ પોલીસ એ  ચોરી ના પ્રયાસ અંગે નો ગુનો નોંધી ને સીસીટીવી ને આધારે તાપસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर