Home /News /ahmedabad /AMC ટેક્ષ વિભાગ દ્વારા ટ્રીગર ઝુંબેશ, રેકોર્ડ બ્રેક 21,766 એકમ સીલ કરાયા, 22 કરોડની આવક થઈ

AMC ટેક્ષ વિભાગ દ્વારા ટ્રીગર ઝુંબેશ, રેકોર્ડ બ્રેક 21,766 એકમ સીલ કરાયા, 22 કરોડની આવક થઈ

ટેક્ષ વિભાગ દ્વારા ટ્રીગર ઝુંબેશ

AMC Tax Department Trigger Campaign: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂના બાકી ટેક્ષ ઉપર ચઢેલા વ્યાજની રકમ બાકી હોય તેવા લોકો માટે 21 વર્ષ બાદ “One Time Settlement" જેવી યોજના જાહેર કરી છે. આ ઝુંબેશ અંતર્ગત તમામ ઝોનના બાકીદારોની સામે ખૂબ મોટા પ્રમાણમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સદર ઝુંબેશના કારણે તારીખ 03/03/2023ના રોજ પ્રોપર્ટી ટેક્ષની અંદાજીત 21.18 કરોડ જેટલી આવક થયેલ છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂના બાકી ટેક્ષ ઉપર ચઢેલા વ્યાજની રકમ બાકી હોય તેવા લોકો માટે 21 વર્ષ બાદ “One Time Settlement" જેવી યોજના જાહેર કરી છે. જે અંતર્ગત કોઇપણ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતના કરદાતા સને 2022-23 સુધીનો સંપૂર્ણ ટેક્ષ ભરપાઇ કરે તો તેવી તમામ મિલકતોને સને 2021-22 સુધીના જૂની ફોર્મ્યુલા તથા નવી ફોર્મ્યુલા ની વ્યાજની રકમમાં 100% ઇન્સેન્ટીવ રીબેટ આપવામાં આવે છે. આમ છતાં, જે કરદાતાઓના ટેક્ષની મોટી રકમ બાકી છે તેવા કરદાતાઓના બાકી ટેક્ષની વસૂલાત માટે આજ રોજ પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ટ્રીગર ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

મોટા પ્રમાણમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરાઈ


આ ઝુંબેશ અંતર્ગત તમામ ઝોનના બાકીદારોની સામે ખૂબ મોટા પ્રમાણમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સદર ઝુંબેશના કારણે તારીખ 03/03/2023ના રોજ પ્રોપર્ટી ટેક્ષની અંદાજીત 21.18 કરોડ જેટલી આવક થયેલ છે. આમ ઇન્સેન્ટીવ યોજના તારીખ 14/02/2023ના રોજ શરૂ થયેલ ત્યારથી આજ દિન સુધી પ્રોપર્ટી ટેક્ષની આવક રૂપિયા 171 કરોડથી વધુ થયેલ છે. આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 21,766 સીલ મારવામાં આવેલ છે. જેમાં પૂર્વઝોનમાં સૌથી વધારે 7,703 સીલ મારવામાં આવેલ છે.

આ પણ વાંચો: ડોક્ટરે બનાવી બિગ બીનલ નામની ઓનલાઇન ગેમ, લાખો લોકો સાથે આચરી છેતરપિંડી

બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાતની કાર્યવાહી


કોમર્શીયલ યુનિટોમાં અમ.મ્યુ.કો. પ.ઝોન ટેક્ષ વિભાગ દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરેલ છે. આગામી દિવસોમાં રહેણાંક વિસ્તારોમાં પણ ટેક્ષ બાકી મિલકતોના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપવા સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ સઘન રીકવરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે રીકવરી અર્થે નળ કનેક્શન, ગટર કનેક્શન કાપવામાં આવશે અને ટોરેન્ટ પાવર સાથે સંકલન કરી વીજ કનેક્શન પણ કાપવામાં આવશે તેમજ જાહેર હરાજી દ્વારા મિલકતો ટાંચમાં લઇ બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાતની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: અઢી વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ટેક્ષ વસૂલાત માટેની કામગીરી પૂરજોશમાં


પશ્ચિમ ઝોનમાં પહેલીવાર ઐતિહાસિક એક જ દિવસમાં 5,254 કોમોર્શિયલ મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. સૌપ્રથમવાર રેસીડન્ટ એકમોમાં છેલ્લી ચેતવણીના ભાગ રૂપે 2380 જેટલા બાકી કરદાતાઓના ઘરો પર સ્ટીકર લગાવવામા આવેલ. એમ કુલ 7,634 એકમો પર ટેક્ષ વસૂલાત માટેની કામગીરી કરવામાં આવેલ.જેને લીધે અ.મ્યુ.કો. ટેક્ષ પ.ઝોનમાં રૂપિયા 4 કરોડ જેટલો ટેક્ષ ભરેલ હતો.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad news, AMC News, Income tax department

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો