અમદાવાદ: ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટના અનેક બનાવો બનતા રહે છે. ખાસ કરીને મોટા શહેરોમાં આવા બનાવો વધારે બનતા હોય છે. આવો વધુ એક બનાવ અમદાવાદ શહેરના વાસણા (Vasna) વિસ્તારમાં બન્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલને ટ્રાફિક નિયમન કરાવવું ભારે પડ્યું છે. ઇકો કાર ચાલકે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરીને માર માર્યો (Car driver thrashed traffic police) હતો. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સાથે મારામારીના બનાવો આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે.
એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન (A division traffic police station)માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગઇકાલે તેમની ફરજ પર જીવરાજ પાર્ક બ્રિજ (Jivraj Park bridge) પાસે હાજર હતા. તે દરમિયાન જીવરાજ પાર્ક બ્રિજ પરથી એક ઇકો કાર ચાલક ચાલુ લાઈનમાં આવીને ઊભો રહી જતા ટ્રાફિક થંભી ગયો હતો. એટલે કે કાર ચાલકે ચાલુ લાઇનમાં કાર ઊભી રાખીને ટ્રાફિક રોકી દીધો હતો.
આ દરમિયાન ટ્રાફિક કોન્સ્ટેબલે તેમને કહ્યુ હતુ કે, ભાઈ તમને દેખાતું નથી? વાહનોની લાઈન ચાલુ છે, અને તમે ચાલુ લાઈનમાં તમારી કાર લઈને કેમ ઘૂસી ગયા છો? આવું કહેતા જ કાર ચાલક કાર બંધ કરીને પોલીસ કોન્સ્ટેબલ પાસે આવ્યો હતો અને તમે કોણ છો મારી ગાડીને ઉભી રાખનાર? તમને પાવર કોને આપ્યો છે? કહીને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જોકે, ફરિયાદી કાર સાઈડમાં લેવડાવી પોતે ટ્રાફિક નિયમન કરાવવા લાગ્યા હતા.
થોડા સમય બાદ કાર ચાલક સહિત ત્રણ ઈસમો ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરીને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બાબતની જાણ સ્ટાફના અન્ય લોકોને થતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદીને વધુ મારમાંથી છોડાવી કાર ચાલકને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કાર ચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે વસ્ત્રાલનો રહેવાસી છે. કાર ચાલકનું નામ દીપક ભાર્ગવ છે. પોલીસે આ સમગ્ર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર