Home /News /ahmedabad /અમદાવાદ: વેપારી પાસે અનોખો કીમિયો, 5% GST થી બચવા 25 ને બદલે 26 કિલોના પેકિંગ
અમદાવાદ: વેપારી પાસે અનોખો કીમિયો, 5% GST થી બચવા 25 ને બદલે 26 કિલોના પેકિંગ
જો કે પેકિંગ માટે નોન બ્રાન્ડેડ દાળ અને ચોખા માટે વેપારીઓને રાહત છે પરંતુ છૂટક ખાતા માધ્યમ વર્ગના પરિવારે હવે જીએસટી ચૂકવવો પડશે.
સરકાર દ્વારા 25 કિલો દાળ અને ચોખાના વેચાણ પર જીએસટી લાદતા હવે વેપારીઓ 26 કિલો અથવા 30 કિલોના પેકેટ બનાવશે. જીએસટીનો વિરોધ કરતી મિલો માટે સરકારે નવો નિયમ આપ્યો છે.
પાંચ ટકા જીએસટી (GST)ના વિરોધમાં ગુજરાત (Gujarat) ભરના રાઈસ મીલ અને દાળ મિલો એ 15 દિવસ પહેલા હડતાલ (GST Strike) કરી હતી પરંતુ સરકારના એક નિર્ણયને કારણે હડતાળ પાછી ખેંચાઈ છે. આ વચ્ચે અમદાવાદ રાઈસ મિલ અને દાલ મિલમાં વેપારીઓ (Ahmedabad Rice Mill Trader)એ એક નવો ઉપાય શોધ્યો છે, જેમાં વેપારીઓએ નવા પેકિંગ કરવા પડશે.
સરકાર દ્વારા 25 કિલો દાળ અને ચોખાના વેચાણ પર જીએસટી લાદતા હવે વેપારીઓ 26 કિલો અથવા 30 કિલોના પેકેટ બનાવશે. જીએસટીનો વિરોધ કરતી મિલો માટે સરકારે નવો નિયમ આપ્યો છે. જેમાં 25 કિલોનાં વેચાણ પર જીએસટી લાગુ કરવામાં આવશે. આ વચ્ચે વેપારીઓએ પણ વચગાળાનો રસ્તો અપનાવી શુરૂ કર્યા છે 30 કિલોના પેકિંગનો. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી સ્ટોકમાં રહેલા 25 કિલોની દાળ અને રાઈસની બોરીનું ફરી રી પેકેજીંગ કરવું પડશે. જેને માટે હવે વેપારીઓએ કમર કસી છે.
આ અંગે આર વી ઇન્ડસ્ટ્રીના દાળ મિલ માલિક રમેશ ભાઈના કહેવા પ્રમાણે અમે દાળ અને ચોખાના જૂના પેકિંગ ખોલી નાખ્યા છે. સરકારનું નોટિફિકેશન આવ્યું એ પછી અમે ફેરફાર કરી નાખ્યો છે. હવે અમે 26 કિલો પેકિંગ કરીશું જેથી 5 % જીએસટીનો ફાયદો થાય. જો કે પેકિંગ માટે નોન બ્રાન્ડેડ દાળ અને ચોખા માટે વેપારીઓને રાહત છે પરંતુ છૂટક ખાતા માધ્યમ વર્ગના પરિવારે હવે જીએસટી ચૂકવવો પડશે. કારણ કે હજી માર્કેટમાં જૂનો ભાવ ઘણો માલ પડેલો છે.
દાળ અને ચોખાના ભાવ વધતા રિટેઇલ વેપારીઓની ગ્રાહકો સાથે તકરાર શુરૂ થઈ ગઈ છે. જેને લઇને વેપારીઓ અને ગ્રાહક બંને મોઘવારીમાં પીસાઈ રહ્યા છે. આ અંગે રિટેઇલ વેપારી ભગવાન દાસના કહેવા પ્રમાણે ભાવમાં થોડો વધારો તો હાલ માર્કેટમાં છે પણ 5 % જીએસટી અમે નથી ભરતા એટલે એનો બોજો છૂટક બજારમાં નહિ આવે. પણ અમારે પેકિંગનું કોસ્ટિંગ વધી જશે. શાકભાજી બાદ કઠોળ અને ત્યારબાદ દાળ ચોખા લોટનો ભાવ જીએસટીને કારણે વધી ગયો છે જે મધ્યમ વર્ગના પરિવારો પર મોટો બોજ લાવશે પરતુ આ સાથે અનેક પરિવારોની આવક સાથે જાવક વધવાની શુરુઆત થઈ ગઈ છે. જેને લઇને હવે મોંઘવારી ચિંતાનો વિષય બન્યો છે.