Home /News /ahmedabad /'હું ચાંદખેડાનો દાદા છું, હવે પછી મારી નજરમાં આવીશ તો ચોક વચ્ચે ગોળી મારી દઈશ,' અમદાવાદના વેપારીને ધમકી

'હું ચાંદખેડાનો દાદા છું, હવે પછી મારી નજરમાં આવીશ તો ચોક વચ્ચે ગોળી મારી દઈશ,' અમદાવાદના વેપારીને ધમકી

ચાંદખેડા પોલીસ સ્ટેશન

Ahmedabad News: મનોહરસિંહ શેખાવતે પોતાની પાસે રહેલી રિવોલ્વર નરેશકુમારના પેટના ભાગે અડાડી હું કોણ છું તું મને ઓળખે છે? હું મનોહરસિંહ શેખાવત ચાંદખેડાનો દાદા છું તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી બબાલ કરી હતી.

અમદાવાદ: શહેરમાં રહેતા એક વેપારીને તેમની દુકાન નીચે ચાની કીટલી ધરાવનારનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં મદદ કરવાનું ભારે પડ્યું છે. એક વ્યક્તિ ક્રેડિટ કાર્ડના બિલ ભરે છે તેવું કહી વિઝિટિંગ કાર્ડ આપી ગયો હતો. જે નંબર પર વેપારીએ ફોન કર્યો હતો. બાદમાં તેમના ભાગીદારનો નંબર મળતા તેઓને ફોન કરતા વેપારીને આ શખ્સે ધમકી આપી દુકાને પહોંચી ગયો હતો અને રિવોલવર બતાવી ચાંદખેડાનો દાદા છું કહીને ફરાર થઈ ગયો હતો. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા નરેશકુમાર પરમાર ન્યૂ સીજી રોડ ઉપર યશરાજ એન્ટરપ્રાઇઝ (Yashraj Enterprise) નામની ઝેરોક્ષની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 12 ઓગસ્ટના રોજ સવારે તેમની દુકાનની નીચે ચાની કિટલી ધરાવનાર જીતુ પટેલે ફોન કરી તેઓને જણાવ્યું હતું કે, તેમના ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવાનું છે. આજે તેની છેલ્લી તારીખ છે.

જેથી નરેશ કુમારે જણાવ્યું કે અગાઉ ક્રેડિટ કાર્ડના બિલ ભરવા અંગે વિનોદ શર્મા નામના વ્યક્તિ આવ્યા હતા અને તેમનું કાર્ડ આપ્યું હતું. તે નંબર ઉપર ફોન કરતા તેમના ભાગીદાર મનોહરસિંહ શેખાવતનો નંબર તેઓને મળ્યો હતો. જે નંબર ઉપર ફોન કરતા મનોહરસિંહ શેખાવતે (Manoharsinh Shekhawat) ફોન ઉપાડ્યો નહોતો. જેથી બાદમાં મનોહરસિંહ શેખાવતે ફોન ઉપાડતા નરેશકુમારે જણાવ્યું કે મારા મિત્રના ક્રેડિટ કાર્ડની આજે છેલ્લી તારીખ હતી જેથી તેઓએ ફોન કર્યો હતો ત્યારે મનોહરસિંહ નામના આ વ્યક્તિએ તું મને આમ કહેવા વાળો કોણ? તું મને ઓળખે છે તેમ કહી ફોન મૂકી દીધો હતો.

આ પણ વાંચો: આનંદો! સરદાર સરોવર ડેમના જળ સ્તરમાં થયો વધારો

ત્યારબાદ ચાની કીટલીવાળા જીતુભાઈ પટેલ નરેશકુમારની ઓફિસમાં આવ્યા હતા. ત્યારે બે લોકો આવ્યા હતા અને આ યશરાજ એન્ટરપ્રાઇઝ આ છે તેમ પૂછ્યું હતં. નરેશ કુમારે હા પાડતા સામેવાળા વ્યક્તિએ નરેશકુમાર કોણ તેમ કહી મારઝૂડ કરવા લાગ્યા હતા. જેમાંના મનોહરસિંહ શેખાવતે પોતાની પાસે રહેલી રિવોલ્વર નરેશકુમારના પેટના ભાગે અડાડી હું કોણ છું તું મને ઓળખે છે? હું મનોહરસિંહ શેખાવત ચાંદખેડાનો દાદા છું તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી બબાલ કરી હતી.
" isDesktop="true" id="1240832" >

આ પણ વાંચો: ...ને અચાનક ટોરાટોરા રાઇડમાંથી યુવક નીચે પટકાયો

એટલું જ નહીં, હું તારો બાપ છું, હવે પછી મારી નજરમાં આવતો નહીં. નહીં તો ચોરાયા ઉપર ગોળી મારી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આવી ધમકી આપી બંને વ્યક્તિઓ ફરાર થઈ ગયા હતા. જેથી ગભરાયેલા નરેશકુમારે પોલીસને સંપર્ક કરતા પોલીસે આ અંગે મનોહરસિંહ શેખાવત અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નથી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ક્રેડિટ કાર્ડ, ગુનો, પોલીસ

विज्ञापन
विज्ञापन