અમદાવાદ : કોરોના બાદ મંકી પોક્સ અને હવે નવો વાયરસ ટામેટો ફલૂ. જોકે દક્ષિણ ભારતના રાજ્યોમાં ટામેટો ફ્લૂના કેસ જોવા મળ્યા છે. નાના બાળકોમાં આ ટામેટો ફલૂ જોવા મળે છે. કેરળમાં 82 કેસ અને ઓડિસમાં 26 કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેક્શન છે. ટામેટો જેવા દેખાય છે. જોકે ટોમેટો ફલૂને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યા છેઅને ભારત સરકાર પણ તમામ રાજ્યને એડવાઈઝરી મોકલી છે.રાજ્ય સરકારે પણ આરોગ્ય વિભાગને સતર્ક કેવા સૂચના આપવામાં આવી છે.
બાળકોમાં લક્ષણ
1. ટોમેટો ફ્લૂ એક વાયરલ રોગ છે. 2. "ટોમેટો ફ્લૂ" નામ આના મુખ્ય લક્ષણ પરથી આવ્યું છે. આ ફલૂ શરીરના કેટલાક ભાગો પર ફોલ્લા થાય છે અને મોટા થતા ટોમેટો આકારના દેખાય છે. ટોમેટો ફ્લૂ એ અન્ય વાયરલ ઇન્ફેક્શનની જેમ થાય છે.
3. તાવ, ચકામા અને દુખાવો થાય છે અને સાંધા, ત્વચા પર ફોલ્લીઓ, ત્વચામાં બળતરા થાય છે થાક, ઉબકા, ઉલટી, ઝાડા, તાવ, ડિહાઇડ્રેશન, સાંધામાં સોજો, શરીરમાં દુખાવો થાય છે વગેરે જેવા લક્ષણો દેખાય છે. 4. હેન્ડ-ફૂટ-માઉથ રોગનો ક્લિનિકલ ટામેટો ફલૂ એક પ્રકાર છે.
5 વર્ષથી નાના બાળકોમાં દેખાય છે. ખૂબ ઝડપથી ફેલાય છે. ત્યારે જે બાળકોને થાય છે તેને આઇસોલેશન રાખવા જોઈએ. તેના રમકડાં, ચાદર, કપડાં, જમવાના વાસણ અલગ રાખવા જોઈએ જેથી બીજા બાળકોને ચેપ ન લાગે. જે બાળકોને ટોમેટો ફલૂ થયું હોય તો તે બાળકને આલિંગન કે સ્પર્શ ન કરો.ત્વચાને સાફ કરવા અથવા બાળકને નહાવા માટે હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરો
હેન્ડ-ફૂટ-માઉથ પર ફોલ્લીઓ થવી
ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના ગુજરાતના કો ઓડીનેટર ડો. મુકેશ મહેશ્વરી જણાવ્યું છે કે, ટોમેટો ફલૂ ચેપી રોગ છે. ઝડપથી ફેલાઈ શકે છે. જોકે, સ્મોલ પોક્સ, મોંકી પોક્સ અને હવે હેન્ડ-ફૂટ-માઉથમાં ફોલ્લીઓ થાય છે. પણ અલગ અલગ ફોલ્લીઓ થતી હોય છે. ટામેટો ફ્લૂમાં ટોમેટો જેવા આકારની ફોલ્લીઓ થાય છે. કોઈ બાળકમાં લક્ષણો દેખાતા હોય તો બાળકને બીજા બાળકના સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તેમજ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેનડેન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું છે કે, હેન્ડ-ફૂટ-માઉથ એક વેરિયન્ટ છે ટોમેટો ફલૂ. જોકે, હેન્ડ-ફૂટ-માઉથ કેસ ગુજરાતમાં છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય.પરંતુ દાખલ કોઈ પેસેન્ટ નથી.ચિંતા કરવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર છે.