Home /News /ahmedabad /

Ahmedabad: એક બાળકને જ્વેલરી વેચતો જોઇ આ મહીલાને ધંધાનો વિચાર આવ્યો: લાખો રૂપિયા કમાય છે

Ahmedabad: એક બાળકને જ્વેલરી વેચતો જોઇ આ મહીલાને ધંધાનો વિચાર આવ્યો: લાખો રૂપિયા કમાય છે

રૂ.

રૂ. 300 થી કરેલી શરૂઆત આજે લાખોમાં પહોંચી ગઈ

અમદાવાદમાં રહેતી વિશ્વા મોદીએ પ્રેગ્નન્સી (Pregnancy) દરમિયાન ફ્રી ટાઈમમાં જ્વેલરી ડિઝાઈન કરીને બિઝનેસ શરૂ કર્યો. તેઓએ શરૂઆત 300 રૂપિયાથી કરેલી હતી અને આજે દર મહિને લાખો રૂપિયા કમાઈ રહી છે.

    Parth patel, Ahmedabad : કળાએ એક અનોખું હુનર છે  જો કોઈ વ્યક્તિ પાસે કળાનું જ્ઞાન હોય તો માની લો કે તે વ્યક્તિ પોતાના જીવનમાં કદી પાછળ પડતો નથી.તે વાતને સિદ્ધ કરી બતાવ્યું છે એક અમદાવાદની મહિલાએ.અમદાવાદમાં રહેતી વિશ્વા મોદીએ પ્રેગ્નન્સી (Pregnancy) દરમિયાન ફ્રી ટાઈમમાં જ્વેલરી ડિઝાઈન (Jewellery Design) કરીને બિઝનેસ શરૂ કર્યો. તેઓએ શરૂઆત 300 રૂપિયાથી કરેલી હતી અને આજે દર મહિને લાખો રૂપિયા કમાઈ રહી છે. આ સાથે 1750 લોકોને તાલીમ પણ આપી રહી છે.

    વિશ્વા મોદી જ્વેલરી બિઝનેસથી કમાય છે મહિનાના લાખ રૂપિયા

    અમદાવાદની રહેવાસી વિશ્વા મોદી એક જ્વેલરી બિઝનેસ કોચ (Coach) છે. તેમણે અભ્યાસમાં M.com અમદાવાદથી કરેલું છે. તેમણે 2016 થી જ્વેલરી બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તે પહેલા એક ખાનગી કંપનીમાં (Private Company) નોકરી કરતી હતી. 2016માં તેણે પ્રેગ્નન્સીને કારણે ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેમનો મોટાભાગનો સમય એમનેમપસાર થતો હતો. તેણે પોતાનું મનોરંજન કરવા માટે કંઈક કામ કરવાની યોજના બનાવી. વિશ્વાએ જ્વેલરી ડિઝાઇનિંગનું ( Designing ) કામ શરૂ કર્યું. પાછળથી તેણે આ કામને વ્યવસાયમાં ફેરવી દીધું. આજે વિશ્વા આ બિઝનેસ માથીદર મહિને 1 લાખ રૂપિયા કરતા પણ વધારે કમાઈ રહી છે.

    એક બાળકને જ્વેલરી વેચતા જોઈને આ વિચાર આવ્યો

    વિશ્વા કહે છે કે થોડા વર્ષો પહેલા મેં એક છોકરાને બજારમાં (Market) દાગીના વેચતા જોયો હતો. તે માત્ર 12 વર્ષનો હતો. તેની સાથે જાણવા મળ્યું કે તે પોતે જ જ્વેલરી (Jewellery) ડિઝાઇન કરે છે અને પછી તેને માર્કેટમાં વેચે છે. વિશ્વા કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે મેં ઘરે રહેવાનું શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે કંઈક કામ કરવું જોઈએ. અને વિચાર્યું કે જ્યારે 12 વર્ષનો છોકરો જ્વેલરી ડિઝાઇન કરીને વેચી શકે છે તો હું આ કામ કેમ ન કરી શકું.

    રૂ. 300 થી કરેલી શરૂઆત આજે લાખોમાં પહોંચી ગઈ

    વિશ્વા કહે છે કે મેં જ્વેલરી બનાવવાનું કામ માત્ર 300 રૂપિયાથી શરૂ કર્યું હતું. જ્વેલરી ડિઝાઈન કર્યા પછી મેં માર્કેટમાં એક દુકાનદાર (Shopkeeper) સાથે વાત કરી. તેને મારી ડિઝાઇન ગમતી હતી. તેના બદલે તેણે 1200 રૂપિયા આપ્યા. આનાથી તેનો આત્મવિશ્વાસ (Confidence) વધ્યો. તેને લાગ્યું કે આ કામ વ્યાવસાયિક સ્તરે શરૂ કરી શકાય છે. ધીમે ધીમે મેં મારું કામ વધારવાનું શરૂ કર્યું. એક પછી એક ઓર્ડર આવવા લાગ્યા અને આવક પણ વધવા લાગી.તે કહે છે કે બાળકને જન્મ આપ્યા પછી પણ તેણે જોબ કરવાનો પ્લાન નહોતો કર્યો. તેણે નક્કી કર્યું કે હવે તેનું કામ આગળ વધારશે. તે બજારમાંથી કાચો માલ (Raw Material) ખરીદીને ઘરે જ જ્વેલરી ડિઝાઇન કરે છે. અને માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર વિવિધ જ્વેલરી ડિઝાઇન પોસ્ટ કરવાનું શરૂ કર્યું. આનાથી ફાયદો એ થયો કે ટૂંક સમયમાં મને અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાંથી ઓર્ડર (Order) મળવા લાગ્યા.

    આ જ્વેલરી ઇજિપ્ત, ઇઝરાયેલ, નેપાળ, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પણ વેચાય છે.

    હાલ આ જ્વેલરીમાં કુંદન, ફેબરિક, ફૂલ, મોતીની જ્વેલરી વગેરેમાં ડિઝાઇન જોવા મળે છે. આ ડિઝાઇનનો રેટ 300 રૂપિયાથી શરૂ થઈને તમારા બજેટ પર આધાર રાખે છે. તથા આ જ્વેલરી ઇજિપ્ત, ઇઝરાયેલ, નેપાળ, ફ્રાન્સ, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં પણ વેચાય છે.જ્વેલરીનો રેટ તમારી ડિમાન્ડ  અને ક્વોલિટી પર આધાર રાખે છે તેમાં તમે 1000થી લઈ 10000 સુધીની  જ્વેલરી માટે ઓર્ડર આપી શકો છો.

    અત્યાર સુધીમાં 1750 જેટલા લોકોને આ વ્યવસાયમાં જોડ્યા

    આ સાથે તેણે 700 થી વધુ રિટેલર્સ (Retailers) સાથે પણ જોડાણ કર્યું છે. તેઓ જ્વેલરી ડિઝાઇન કરીને તેમને આપે છે અને રિટેલર્સ તેનું માર્કેટિંગ કરે છે. વિશ્વા કહે છે કે ગયા વર્ષે લોકડાઉન દરમિયાન અમે લાખો લોકો બેરોજગાર થતા જોયા હતા. આ સમય દરમિયાન તેણે વિચાર્યું કે આવા લોકોને પોતાનું કૌશલ્ય આપે તો તેઓ ઘરે બેઠા પૈસા કમાઈ શકે.આ પછી તેણે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ અને અન્ય ચેનલો દ્વારા લોકોને જ્વેલરી બનાવવાની તાલીમ આપવાનું શરૂ કર્યું. તેમની પાસેથી તાલીમ લઈને અત્યાર સુધીમાં 1750 જેટલા લોકો આ વ્યવસાયમાં (Profession) જોડાયેલા છે. અને તેઓ પણ 50,000 થી 1 લાખ રૂપિયા કમાઈને પોતાના કરિયરમાં આગળ વધી રહ્યા છે.

    10 લાખ મહિલાઓને તાલીમ આપવાનો વિશ્વા મોદીનો છે સંકલ્પ

    વિશ્વા  મોદી કહે છે કે મારો ટાર્ગેટ 10 લાખ મહિલાઓને  તાલીમ આપવાનો  છે. જેના માટે ફ્રી વેબિનારનું (Webinar) પણ  આયોજન કરે છે. જેથી વધુને વધુ મહિલાઓ શીખી શકે અને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે. મહિલાઓને ઘરેણાં બનાવતા શીખવામાં મદદ કરવા માટે તેણે યુટ્યુબ ચેનલ પર તેના ઘણા વીડિયો પણ અપલોડ કરેલ છે.આજે હજારો લોકો ઈન્ટરનેટ દ્વારા દુનિયા સાથે જોડાયેલા છે. એટલું જ નહીં પરંતુ ઘણી વિદેશી મહિલાઓ તેની પાસેથી ઓનલાઈન કોચિંગ (Online Coaching) પણ લઈ રહી છે. વિશ્વાનો પતિ એક પ્રોફેસર હતો. આ બિઝનેસ માટે ઘણો સપોર્ટ મળ્યો. વિશ્વાના બિઝનેસને આગળ લઈ જવા માટે તેના પતિએ નોકરી (Job) પણ છોડી દીધી હતી.

    વિશ્વા કહે છે કે અમારા પ્રયાસોને કારણે આજે ઘણા લોકો મુશ્કેલીઓમાંથી બહાર આવી રહ્યા છે અને પોતાનો વ્યવસાય કરી રહ્યા છે.જો તમારે પણ આ પ્રકારની જ્વેલરી બિઝનેશની શરૂઆત કરી હોય કે પછી વેબિનારમાં જોડાવું હોય તો અહી આપેલ  ઈન્સ્ટાગ્રામ આઈડી લીંક પર જઈ સંપર્ક કરી શકો છો. આ છે લીંક, https://instagram.com/vishwapmodi?igshid=YmMyMTA2M2Y=
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Buisness, Womens, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन