Home /News /ahmedabad /વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ જીવવાનું હરામ કરી દીધું, વેપારીએ ઉંઘની 50 ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીએ જીવવાનું હરામ કરી દીધું, વેપારીએ ઉંઘની 50 ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
Ahmedabad News: વ્યાજખોરોને ડામવા પોલીસ વિભાગએ એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં કન્સ્ટ્રકશનના વેપારી પાસેથી કરોડોનું વ્યાજ પડાવ્યું છતાં કીડની-લિવર વેચવાની વ્યાજખોરો ધમકી આપી હતી. ફરિયાદી વેપારીએ કંટાળીને ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદ: વ્યાજખોરોને ડામવા પોલીસ વિભાગએ એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં કન્સ્ટ્રકશનના વેપારી પાસેથી કરોડોનું વ્યાજ પડાવ્યું છતાં કીડની-લિવર વેચવાની વ્યાજખોરો ધમકી આપી હતી. ફરિયાદી વેપારીએ કંટાળીને ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધની મુહિમ અંતર્ગત અમદાવાદના આનંદનગર પોલીસ મથકમાં વ્યાજખોરીનો કેસ સામે આવ્યો છે. જેમાં જોધપુર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશન કામ કરતા એક વ્યક્તિએ 8 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ
વ્યાજખોરોના ત્રાસ કારણકે 50 જેટલી ઊંઘની ગોળી ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીનું કહેવું છે કે, કન્સ્ટ્રકશનના વ્યવસાય માટે તેમણે 2019થી 2022 સુધી 38થી 40 કરોડ જેટલા રૂપિયા વ્યાજ લીધા હતા. જેમાં શરૂઆતમાં દોઢથી બે ટકા વ્યાજે પૈસા લઈ વ્યવવસાય કરતા હતા. પરતું છેલ્લા એક વર્ષથી વ્યાજ લીધેલા પૈસા લેનાર લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા. જેના કારણે પોતે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરી શકતા ન હતા અને ધંધામાં નુક્શાની થવાથી પૈસા ચુકવી શકતા ન હોવાથી વ્યાજે લીધેલા પૈસા 8 થી 10 ટકા સાથે માંગણી કરતા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
ભોગ બનાર ફરિયાદીનું કહેવું છે કે, વ્યાજ પૈસા લેનાર શખ્સોને 60 ટકા જેટલી રકમ પરત કરી દીધી છે. જે કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર ધમકી આપી રહ્યા હતા. આથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફરિયાદીએ ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ ફરિયાદીને 24 ડિસેમ્બર 2022ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે વ્યાજખોરોએ હોસ્પિટલમાં જઇને ફરિયાદીને ધમકી આપી હતી કે, કીડની અને લીવર વેચી વ્યાજના રૂપિયા ચૂકવવા પડશે.