અમદાવાદઃગોતાના ટીમ્બરમાર્ટમાં વહેલી સવારે ભીષણ આગથી અફરા-તફરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 13, 2017, 12:57 PM IST

અમદાવાદના ગોતા પાસે આવેલ વિશ્વકર્મા ટીમ્બર માર્ટમાં વહેલી સવારે મોટી આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લાકડાના જથ્થામાં લાગેલ આગ જોત જોતામાં સમગ્ર ટીમ્બરમાં પ્રસરી જતા પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણકારી મળતાની સાથે સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથધરવામાં આવી હતી.

આગ નું પ્રમાણ વધુ વિકરાળ હોવાના કારણે ફાયર બ્રિગેડ ને ૧૨ થી વધુ પાણીના ટેન્કર ના ઉપયોગ દ્વારા ત્રણ કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગ ના કારણે વિશ્વકર્મા ટીમ્બરમાં મોટુ નુકશાન થયું છે. નોધનીય છે કે પ્રચંડ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે.

First published: April 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर