Home /News /ahmedabad /Ahmedabad: નશામુક્ત રાજ્ય માટે તમે પણ આવી રીતે આપી શકો છો યોગદાન, આ ઈવેન્ટમાં જોડાઈ જજો

Ahmedabad: નશામુક્ત રાજ્ય માટે તમે પણ આવી રીતે આપી શકો છો યોગદાન, આ ઈવેન્ટમાં જોડાઈ જજો

બેન્ડ અને સ્ટેજ પર્ફોમન્સનું પણ આયોજન કરાયું

નશામુક્તિ જાગૃતતા માટે અમદાવાદ શહેરમાં થ્રિલ એડિક્ટ નાઈટ મેરેથોનનું આયોજન કરવમાં આવ્યું છે. 21 જાન્યુઆરીનાં મેરેથોન યોજાશે. જેમા હાલ 72,000 લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. આ મેરેથોનમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવશે.

Parth Patel, Ahmedabad : અમદાવાદ શહેરમાં નશામુક્તિ જાગૃતતા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 21મી જાન્યુઆરીએ રિવફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે થ્રિલ એડિક્ટ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં 72,000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

મેરેથોન દોડમાં ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવામાં આવશે

અગાઉ આયોજિત મેરેથોન રદ થતા હવે આ મેરેથોન આગામી 21મી જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં 5, 10, 15 કિ.મી. સુધીની દોડ રહેશે. આ મેરેથોનની શરૂઆત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કરાવશે. આ મેરેથોનમાં જીતનાર ખેલાડીઓને ઇનામ પણ આપવામાં આવશે. મેરેથોન દોડનો ઉદ્દેશ અમદાવાદના પરિવારો અને યુવાનોને ડ્રગ્સ સામે અવાજ ઉઠાવવાનો તેમજ હેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવવા માટે મેસેજ આપવાનો છે.

કેટલા રસ્તા બંધ કરવામાં આવશે

આ સાથે સાથે ફિલ્મી કલાકારો પણ આ મેરેથોનમાં હાજર રહેવાના છે. તેમના માટે જુદા જુદા સ્ટેજ બનાવવામાં આવશે. તો આ સાથે જ ચીપથી ટાઈમ રજીસ્ટર થશે. જેના થકી રોકડ ઇનામ આપવામાં આવશે. અત્યાર સુધીમાં આ મેરેથોનમાં 72,000 થી વધુ લોકોના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતેથી શરૂ થનાર આ મેરેથોનને લઈને અમુક રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે. જેમાં સુભાષબ્રિજ આરટીઓ તરફના રસ્તાને ડાયવર્ઝન પણ આપવામાં આવશે.

નાઈટ મેરેથોન સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થશે

અમદાવાદમાં હાફ મેરેથોન દોડ યોજવા મુદ્દે શહેરના JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, અગાઉ 27 ઓગસ્ટ, 2022ના રોજ 15 કિમીની નાઈટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનિવાર્ય સંજોગોના કારણે રદ થયું હતું. હવે 21 જાન્યુઆરી, 2023 ના રોજ સાંજે યોજાશે. જેમાં 5 કિ.મી., 10 કિ.મી. અને 15 કિમીનું આયોજન કરવામાં આવેલ છે. આ નાઈટ મેરેથોન રિવરફ્રન્ટ ખાતેથી શરૂ થશે.

બેન્ડ અને સ્ટેજ પર્ફોમન્સનું પણ આયોજન કરાયું

આ મેરેથોનની શરૂઆત ગૃહમંત્રી હર્ષ સંઘવી કરાવશે. જેમાં 5 અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે. જેમાં સેલિબ્રિટીના સ્ટેજ પણ અલગ બનાવવામાં આવશે. તેમજ રસ્તામાં બેન્ડ અને સ્ટેજ પર્ફોમન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રજીસ્ટ્રેશન ફ્રી રાખવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હજુ ચાલુ છે. તેમજ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા માટે પ્રાઈઝ મની રાખવામાં આવેલ છે. જેમાં પુરૂષ-સ્ત્રીની કેટેગરી અલગ રાખવામાં આવી છે. દરેક દોડવીરના પગમાં ચીપ લગાવવામાં આવશે.

રસ્તામાં અમુક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેમજ આંબેડકર બ્રિજને બંધ રાખવામાં આવશે. પોલીસે આ લોકો માટે ચુસ્ત બંદોબસ્તનું પણ આયોજન કર્યું છે. અમદાવાદ અને ગુજરાત પોલીસ આ ઈવેન્ટને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જાનારી ભવ્યતા અપાવવા કમર કસી રહી છે. જેનું આયોજન ડ્રગ્સની બદીની નાબૂદી માટે થઈ રહ્યું છે.
First published:

Tags: Ahmedabad news, Event, Local 18, Race

विज्ञापन