Home /News /ahmedabad /Thrill Addict Night Half Marathon: અમદાવાદીઓ ઓફિસથી ઘરે જતા પહેલા આ રૂટ ચેક કરજો નહીં તો અટવાઈ પડશો
Thrill Addict Night Half Marathon: અમદાવાદીઓ ઓફિસથી ઘરે જતા પહેલા આ રૂટ ચેક કરજો નહીં તો અટવાઈ પડશો
અમદાવાદમાં નાઈટ મેરેથોનનું આયોજન, આ રસ્તા રહેશે બંધ
Ahmedabad Optional route for commuters Today: અમદાવાદમાં આજે સાંજે મેરેથોન રેસ થવાની છે અને ઓફિસો છૂટવાના સમયે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. જેઓ પશ્ચિમના રિવરફ્રન્ટનો ઉપયોગ કરે છે તેમને સાંજે ઘરે પરત જતી વખતે ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદઃ અમદાવાદમાં આજે બપોરથી થ્રીલ એડિક્ટ નાઈટ હાફ મેરેથોન (Thrill Addict Night Half Marathon) યોજાવાની છે. આ મેરેથોનના કારણે સાંજે ઓફિસથી છૂટીને ઘરે જનારા લોકોને તકલીફ પડી શકે છે. પરંતુ મેરેથોનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાહદારીઓ માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યો છે. માટે સાંજે ઓફિસથી છૂટીને ઘરે જઈ રહ્યા હોય કે તમારા ત્યાં કોઈ મહેમાન આવી રહ્યા હોય તો તેમને નવા રૂટ અંગે જાણ કરવાનું ભૂલશો નહીં.
સાંજે પશ્ચિમ રિવરફ્રન્ટનો ઉપયોગ કરતા હોવ તો આજે ટાળજો
પશ્ચિમ રિવરફ્રન્ટનો આ ભાગ રહેશે બંધઃ તમે ઓફિસથી છૂટીને આશ્રમ રોડના બદલે પશ્ચિમના રિવરફ્રન્ટનો ઉપયોગ કરતા હોવ તો આજે સાંજે તમે તે રૂટનો ઉપયોગ નહીં કરી શકો. સાંજે 4 વાગ્યા પછી વાડજ સ્માશનગૃહથી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડથી આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તા તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગઃ રિવરફ્રન્ટ સ્માશાનગૃહથી બંધ રહેવાના કારણે ઉસ્માન પુરા થઈને વાડજ, ઈન્કમટેક્સ, બાટા ચાર રસ્તાથી ટાઉનહોલ થઈને પાલડી જઈ શકાશે. અહીંથી જ આગળ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈને અંજલી ઓવરબ્રિજ થઈને અવરજવર કરી શકાશે.
વાડજથી સુભાષબ્રિજઃ વાડજથી ગાંધી આશ્રમ થઈને સુભાષ બ્રિજ જવાનો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગઃ સુભાષ બ્રિજ સર્કલથી વાડજ જવા માટે પ્રબોધ રાવળ સર્કલથી ડાબી તરફ પલક ચાર રસ્તા થઈને વાડજ જઈ શકાશે.
પાવર હાઉસથી પાવર હાઉસ ચાર રસ્તાથી રિવરફ્રન્ટ પશ્ચિમ રેલવે બ્રિજ થઈને સુભાષ બ્રિજ સર્કલ તરફ જતો રિવરફ્રન્ટ વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગઃ પાવર હાઉસ ચાર રસ્તા થઈને ચીમનભાઈ ઓવરબ્રિજ મધ્યભાગથી પ્રોબોધરાવળ સર્કલથી ડાબી બાજુએથી સુભાષબ્રિજ સર્કલ તરફ આગળ વધી શકાશે.
સરદાર બ્રિજથી રિવરફ્રન્ટઃ સરદાર બ્રિજ નીચેથી રિવરફ્રન્ટ પૂર્વથી આંબેડકર બ્રિજ રિવરફ્રન્ટ પૂર્વનો માર્ગ અને આંબેડકર ઓવરબ્રિજથી વાહનોની અવરજવર બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગઃ (A) ખોડિયારનગર ચાર રસ્તા થઈને બહેરામપુરા પોલીસ ચોકી પાછળથી જમાલપુર ચાર રસ્તાથી સરદાર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે. (B) ખોડિયાનગર ચાર રસ્તાથી પીરાણા ચાર રસ્તાથી શાસ્ત્રીનગર થઈને વિશાલા સર્કલથી વાસણા ગામથી આશ્રમ રોડ તરફ અવરજવર કરી શકાશે.
Kindly avoid your commutation from Riverfront West, Aashram Road and Ambedkar over bridge tomorrow after 2:00 pm. Use the green route if needed. pic.twitter.com/9gy6lyqvwb
અમદાવાદ શહેરમાં કોઈ ખાસ આયોજન હોય ત્યારે ટ્રાફિક જામની સમસ્યા ના થાય તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉથી જ વૈકલ્પિક રૂટ અને બંધ રહેનારા રૂટ અંગે વિવિધ રીતે લોકો સુધી જાણકારી મોકલે છે.