Home /News /ahmedabad /2023માં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થશે, એક બેઠક માટે રૂપાણી કે નીતિન પટેલની સંભાવના
2023માં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થશે, એક બેઠક માટે રૂપાણી કે નીતિન પટેલની સંભાવના
હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. (Image: PTI)
હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેમાં ત્રણેય ભાજપના જ સભ્યો છે. આ બેઠકોમાં હાલ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુલગજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા સભ્ય તરીકે ચાલુ છે.
ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો પૈકી એક બેઠકમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બે બેઠકો પૈકી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પૈકી કોઇ એકને ટિકીટ મળે તેવી સંભાવના છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે એટલે કે 2023ના ઓગષ્ટ મહિનામાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થાય છે. ભાજપ પાસે 156 સભ્યો હોવાથી આ ત્રણેય બેઠકોમાં ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત છે ત્યારે પાર્ટીએ અત્યારથી જ બે નામોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે.
હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેમાં ત્રણેય ભાજપના જ સભ્યો છે. આ બેઠકોમાં હાલ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુલગજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા સભ્ય તરીકે ચાલુ છે. આ બેઠકોની ચૂંટણી આગામી જૂન કે જુલાઇ મહિનામાં આવે તેવી સંભાવના છે.
પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ સરકારના બે નેતાઓ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેઠક માટેના દાવેદારો છે, જે પૈકી વિજય રૂપાણી અગાઉ 2006 થી 2012 દરમ્યાન રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યાં છે. 2024માં ચાર બેઠકો ખાલી પડશે.
2024ના એપ્રિલ મહિનામાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડશે, જે પૈકી બે બેઠકોમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સભ્ય છે જ્યારે કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા સભ્ય છે. ભાજપના બન્ને સભ્યો કેન્દ્રીય મંત્રી છે. આ વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે.