Home /News /ahmedabad /અમદાવાદ: પંજાબી યુવતી બાદ હવે દંપતી સહિત ત્રણની MD ડ્રગ્સ સાથે ધરપકડ

અમદાવાદ: પંજાબી યુવતી બાદ હવે દંપતી સહિત ત્રણની MD ડ્રગ્સ સાથે ધરપકડ

ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ઇનસેટમાં બે દિવસ પહેલા ડ્રગ્સ સાથે ઝડાયેલી યુવતી.

Ahmedabad MD Drugs: NCBએ સીટીએમ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. આ સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદનો યુવક મુંબઈ ડ્રગ્સ લેવા માટે પહોંચ્યો હતો, પરત આવતા ઝડપાયો.

અમદાવાદ: શહેરમાં ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મુંબઈથી ડ્રગ્સ લઈને આવી રહેલા આરોપી સહિત કુલ ત્રણ આરોપીઓની એન.સી.બી.એ ધારપડક કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી આવતી એક ખાનગી લકઝરી બસમાં એક યુવક એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે NCBની ટીમે સીટીએમ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઢવીને આરોપીને 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે શહેરમાં એમડી ડ્રગ્સનો નશો કરવાના અને વેચવાના ગુનામાં એક 22 વર્ષીય પંજાબી યુવતીની ધરપકડ કરી હતી.

આ મામલે તપાસ દરમિયાન સામે આવ્યું કે પકડાયેલા ત્રણેય આરોપીઓ અમદાવાદના છે. જેમાં સાજીદ મિયાં નામનો વ્યક્તિ મુંબઈ ડ્રગ્સ લેવા માટે ગયો હતો. જ્યારે ડ્રગ્સની ડિલીવરી લેનાર બે વ્યક્તિઓમાં વજુદ્દીન શેખ અને તેની પત્ની સફીના શેખ છે. દંપતી જુહાપુરા વિસ્તારનાં રહેવાસી છે. પકડાયેલા ડ્રગ્સની તપાસ કરતા તેનું અંદાજીત વજન 400 ગ્રામ હોવાનું ખુલ્યું છે. ડ્રગ્સની બજાર કિંમત 25 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.

NCBની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ આ રીતે મુંબઈથી ડ્રગ્સ લાવી અમદાવાદનાં પેડલરોને વેચી દેતા હતા. ઝડપાયેલા આરોપીઓ અત્યારસુધીમાં કેટલુ ડ્રગ્સ અમદાવાદમાં લાવ્યા છે? કોની પાસેથી લાવતા હતા? અમદાવાદમાં અન્ય કોણ કોણ ડ્રગ્સ પેડલરો આ રેકેટમાં સામેલ છે? તે દિશામા NCB એ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: એસ્કોર્ટ ગર્લ સર્વિસની લાલચમાં આવી ગયા તો ગયા સમજો

અમદાવાદ: હાઇફાઇ યુવતીની ધરપકડ


બીજા એક કેસમાં અમદાવાદ એસઓજી ક્રાઇમે નશો કરનાર અને નશો કરવા પૈસા માટે પેડલર બનેલી એક હાઇફાઈ યુવતીની ધરપકડ કરી છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાં નશાની આદી બનેલી આ યુવતીને પોલીસે હાઇવે પરથી ઝડપી પાડી છે. આ યુવતી અમદાવાદ અને ગોવામાં નશાની આદી બની છે. વર્ષ 2017માં ઇવેન્ટનું કામ કાજ કરનારી આ યુવતીએ સૌ પ્રથમ પોતાના મિત્ર વર્તુળ સાથે ડ્રગ્ઝનું સેવન કર્યું હતું, ત્યાર બાદ ઇવેન્ટનું કામકાજ કરતી યુવતીએ બીજી વખત ગોવા જઈને ડ્રગ્ઝ લીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
" isDesktop="true" id="1231435" >

બાદમાં એક બાદ એક તેને એમડી ડ્રગ્સના નશાની લત લાગી હતી અને ઘરે બેસીને પણ તે નશો કરવા લાગી હતી. આમ નશો કરવા માટે એમડી ડ્રગ્સ લઈને આ યુવતી કારમાં જઇ જ રહી હતી, ત્યારે એસઓજીને બાતમી મળી અને પોલીસે રેડ કરી પંજાબની આ આરોપી યુવતીને ઝડપી પાડી હતી. પોલીસે આરોપી યુવતી પાસેથી એમડી ડ્રગ્સ પણ કબ્જે કર્યું છે. જેમાં સામે આવી અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, એમ.ડી ડ્રગ્સ, ગુનો, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો