પકડાયેલા પાકિસ્તાની ડ્રગ્સનો મોટો જથ્થો લઈને આવ્યા હોવાની શંકા
Pakistani Apprehended At SIR CREEK: ડ્રગ્સનો મોટો જથ્થો લઈને ભારતીય સીમામાં દાખલ થવાની કોશિશ કરી રહેલા ત્રણ પાકિસ્તાની પકડાયા હોવાની શંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. ત્રણ પાકિસ્તાની બીએસએફના હાથમાં આવ્યા ત્યારે તેમની પાસે ડ્રગ્સનો જથ્થો નહોતો, હવે આ ડ્રગ્સ તેમણે દરિયામાં ફેંક્યુ હોવાની પણ શંકા છે.
અમદાવાદઃ કચ્છમાંથી પકડાયેલા ત્રણ પાકિસ્તાની નાગરિકો ડ્રગ્સ લઈને ભારત આવી રહ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. સુરક્ષા એજન્સીઓને પકડાયેલા ત્રણ પાસે ડ્રગ્સ હોવાની બાતમી મળ્યા બાદ તેમને દરિયામાંથી પકડવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન તેમણે ડ્રગ્સનો જથ્થો દરિયામાં નાખ્યો હોવાની શંકા છે. બીએસએફ દ્વારા સરક્રિકથી ત્રણેને પકડી લીધા બાદ હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા પાકિસ્તાનીઓમાં એક 54 વર્ષનો શખ્સ અકબર અલી અબ્દુલ છે. આ સિવાય અન્ય બેની ઓળખ બસિલ સૈયદ અને ગુલામ તરીકે થઈ છે.
બીએસએફ દ્વારા ત્રણેયને પકડી પાડવામાં આવ્ય છે અને તેમની પાસે રહેલી માછીમારીની બોટ પણ કબજે કરવામાં આવી છે. 22 તારીખે બીએસએફની પેટ્રોલ પાર્ટીએ આ ત્રણેયને પકડી પાડ્યા હતા. જ્યારે BSF દ્વારા સરક્રિક પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે શંકાસ્પદ બોટ દેખાતા તેનો પીછો કરીને પકડી લેવામાં આવી હતી.
BSF APPREHENDS 03 PAK FISHERMEN AND SEIZE 01 PAK FISHING BOAT FROM SIR CREEK
On 22nd February 2023 Patrol party of BSF apprehended 03 Pak fishermen and seized 01 Pak fishing boat from Sir Creek. BSF patrol party observed movement on eastern bank of Sir Creek . pic.twitter.com/pr9UAsoNaL
આ ત્રણે પાકિસ્તાની પોતાની સાથે બોટમાં 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ લઈને આવી રહ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે, અને પોતે ડ્રગ્સ સાથે ભારતના હાથમાં આવશે તો ખરાબ હાલત થશે તેમ વિચારીને ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. આરોપીઓ કન્સાઈનમેન્ટ લઈને ભારતમાં આવી રહ્યા હોવાની માહિતી સુરક્ષા એજન્સીઓને મળી હતી.
ભારતીય સીમામાં સઘન સુરક્ષા જોઈને ત્રણે પાકિસ્તાની બોટ લઈને પાકિસ્તાની દરિયાની સીમા ભાગ્યા હતા, જોકે, તેમની બોટનું એન્જિન બંધ પડી જતા બોટ પાણીના પ્રવાહ સાથે સરક્રિક આવી ગઈ હતી. અહીં BSF દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતા. જોકે, તેમની તપાસ કરવામાં આવી તો બોટમાં કશું મળ્યું નહોતું. હવે એજન્સીઓને શંકા છે કે તેમની પાસે જે કન્સાઈનમેન્ટ હતું તે 150થી 200 કરોડની આસપાસનું હતું જેને પાણીમાં ફેંકી દીધું હશે.
પાણીમાં ફેંકેલું ડ્રગ્સ તરીને પાણીના કિનારે આવે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત ATS અને બાકી એજન્સીઓ દ્વારા આરોપીઓની કસ્ટડી લઈને વધુ તપાસ કરવામાં આવશે. આ ત્રણ જ ડ્રગ્સ લઈને ભારત આવી રહ્યા હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, આ ત્રણેયની પૂછપરછ દરમિયાન ખુલાસા સહિત વધુ વિગતો બહાર આવશે.