પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મોઢા પર માસ્ક પહરેલા શખ્સે ધર્મેન્દ્ર સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તુ એક્ટીવા અથડાવીને ભાગવા કેમ લાગ્યો હતો. તુ મને હોસ્પિટલ લઇ જા અને મારી સારવાર કરાવ. બન્ને વચ્ચે બોલાચાલી ચાલતી હતી ત્યારે બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને ધર્મેન્દ્ર પાસે ઉભા રહ્યા હતા.
અમદાવાદ: કેટલાક દિવસ અગાઉ શહેરના ઓઢવ વિસ્તારમાં થયેલ લૂંટ (Robbery)નો ભેદ ઉકેલાયો નથી. ત્યાં એલિસબ્રીજ (Ellisbridge) વિસ્તારમાંથી રૂપિયા 12.94 લાખની લૂંટનો બનાવ બન્યો છે. રથયાત્રા (Rathyatra)ના બંદોબસ્તમાં પોલીસ (Ahmedabad Police) વ્યસ્ત છે ત્યારે લૂંટારૂઓને મોજ પડી ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. યુવક 12.94 લાખ રૂપિયા લઇને આંગડીયા પેઢીની ઓફિસમાંથી નીકળ્યો હતો ત્યારે લૂંટારૂઓએ તેમનો પીછો કર્યો હતો.
ગાંધીનગર જીલ્લાના સઇજ ગામમાં આવેલ સ્વામીનારાયણ વાસમાં રહેતો અને ગાંધીનગરમાં આઇકોન ઇફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ડીલીવરી બોય તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર પટેલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં 12.94 લાખ રૂપિયાની લૂંટની ફરિયાદ કરી છે.
ધર્મેન્દ્ર ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યાની આસપાસ કંપનીના કામથી એક્ટીવા લઇને સી.જી.રોડ ખાતે આવેલા આર.કે.આંગડીયા પેઢીમાં આવ્યો હતો. આંગડીયા પેઢીમાંથી ધર્મેન્દ્રએ 12.94 લાખ રૂપિયા રોક્ડા લીધા હતા. જે રૂપિયા કપડાની થેલીમાં મુકીને એક્ટીવાની ડેકીમાં મુક્યા હતા. ધર્મેન્દ્ર એક્ટીવા ચલાવીને એલીસબ્રીજ નજીક આવેલી હદયસે હોસ્પિટલ ખાતે આપવા માટે જતો હતો. તે સમયે ગુજરાત કોલેજ પાસે ટુવ્હિલર ચાલકે તેની સાથે અકસ્માત કર્યો હતો. ધર્મેન્દ્ર ઉભો ના રહીને એક્ટીવા માદલપુર ગામ તરફ લઇ ગયો હતો. જ્યા ટુવ્હિલર ચાલકે તેનો પીછો કરીને ઉભો રાખ્યો હતો.
મોઢા પર માસ્ક પહરેલા શખ્સે ધર્મેન્દ્ર સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તુ એક્ટીવા અથડાવીને ભાગવા કેમ લાગ્યો હતો. તુ મને હોસ્પિટલ લઇ જા અને મારી સારવાર કરાવ. બન્ને વચ્ચે બોલાચાલી ચાલતી હતી ત્યારે બાઇક પર બે શખ્સો આવ્યા હતા અને ધર્મેન્દ્ર પાસે ઉભા રહ્યા હતા. ધર્મેન્દ્રની નજર પોતાના એક્ટીવા તરફ ગઇ હતી ત્યારે બાઇક પર આવેલા શખ્સો એક્ટીવાની ડેકી તોડીને રૂપિયા ભરેલો થેલો લઇ લીધો હતો.
જોકે આ દરમિયાન ધર્મેન્દ્રએ થેલો પકડી રાખ્યો હતો ત્યારે બે શખ્સોએ જોરથી થેલો ખેંચી લીધો હતો અને એલીસબ્રીજ તરફ બાઇક લઇને નાસી ગયા હતા. તો બીજી તરફ અકસ્માતનું નાટક કરનાર શખ્સ પણ નાસી ગયો હતો. ધર્મેન્દ્રએ તરત જ તેના બોસને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર