અમદાવાદ : યુવકનાં પેટમાંથી કઢાયો 3.5 કિલો લોખંડનો ભંગાર

સિવિલ હોસ્પિટલની એક સર્જરીમાં 28 વર્ષનાં માનસિક અસ્વસ્થ યુવાનનાં પેટમાંથી સડા ત્રણ કિલો વજનનાં લોખંડનાં સ્ક્રૂ, ખીલી, નટ-બોલ્ટ અને પિન સહિતની 452 વસ્તુઓ કાઢવામાં આવી છે.

News18 Gujarati | News18 Gujarati
Updated: August 13, 2019, 1:18 PM IST
અમદાવાદ : યુવકનાં પેટમાંથી કઢાયો 3.5 કિલો લોખંડનો ભંગાર
આટલી બધી વસ્તુઓ કોઇ દર્દીનાં પેટમાંથી નીકળવાનો આ પ્રથમ કિસ્સો છે.
News18 Gujarati | News18 Gujarati
Updated: August 13, 2019, 1:18 PM IST
ન્યૂઝ18ગુજરાતી: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલની એક સર્જરીમાં 28 વર્ષનાં માનસિક અસ્વસ્થ યુવાનનાં પેટમાંથી સડા ત્રણ કિલો વજનનાં લોખંડનાં સ્ક્રૂ, ખીલી, નટ-બોલ્ટ અને પિન સહિતની 452 વસ્તુઓ કાઢવામાં આવી છે. આટલી બધી વસ્તુઓ કોઇ દર્દીનાં પેટમાંથી નીકળવાનો આ પ્રથમ કિસ્સો છે.

પહેલા ફેફસાંમાંથી કઢાઇ લોખંડની પિન

કોઇ સામાન્ય માણસનાં પેટમાં જો એક નાનકડો સિક્કો પણ ફસાય તો ઘણી તકલીફ થાય છે. તો આ યુવકનાં પેટમાંથી તો લોખંડની સડાત્રણ કિલો વજનની અલગ અલગ 452 વસ્તુઓ નીકળી છે. આ અંગે સિવિલ સર્જરી વિભાગનાં ડોક્ટરોએ જણાવ્યું કે, આ યુવકને 'એક્યુફેઝિયા' નામની માનસિક બીમારી છે. જેમાં દર્દી સામાન્ય ખોરાકની સાથે સ્ક્રૂ, બોલ્ટ અને પિન જેવી ફોરેન બોડી પણ ખાય છે. તેને આવું ખાવાની આદત પડી જાય છે. આ યુવક મેન્ટલ હોસ્પિટલમાંથી

8 ઓગસ્ટે ઇએનટી વિભાગમાં દાખલ કરાયો હતો. જ્યાં તબીબોએ બ્રોન્કોસ્કોપી દ્વારા દર્દીનાં જમણા ફેફસાની નળીમાંથી ફોરેન બોડી (પિન)કાઢી હતી, છતાં દર્દીને પેટમાં અસહ્ય દુખાવો થતો હોવાથી એક્સ-રે કરાવતાં પેટ(હોજરી)માં અસંખ્ય ફોરેન બોડી જણાતા 9 ઓગસ્ટે દાખલ કરાયો હતો.

VIDEO: વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં થયેલા 'લાફા પ્રકરણ'ના CCTV થયા વાયરલ

નટ-બોલ્ટ અને સોય પણ નીકળ્યાં
લોખંડનાં સ્ક્રૂ, નટ-બોલ્ટ, નટ, પિન, લોખંડનાં નાના રોડ, 1 અને 2 રૂપિયાનાં સિક્કા, ઇયરિંગ, નેઇલ કટર, નાની સોય, બાઇકનો પ્લગ સહિતની સાડા ત્રણ કિલોની લોખંડની વસ્તુઓ કાઢી હતી.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...