આ સમયે આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડી દીધી હતી. જો કે આરોપીએ તેણે ધમકી આપી હતી કે, તારા ફોટો મારા મોબાઇલ માં છે, જે તારા પતિ અને પરીવારને બતાવી તને બદનામ કરી નાંખીશ. આમ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
અમદાવાદ: શહેરમાં એલિસબ્રીજ (Ellisbridge) વિસ્તારમાં પરિણીત મહિલાના ફોટો પતિ અને પરીવારને બતાવીને બદનામ કરી દેવાની ધમકી આપી આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યું છે. એટલું જ નહિં પરિણીતાનો આરોપ છે કે આરોપીના મિત્રોએ હોટલની બારીમાંથી તેનો વીડિયો (Video) પણ બનાવ્યો છે. ફરિયાદી મહિલાને રૂપિયાની જરૂર હોવાથી તેણે આરોપી પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. ત્યારથી બંને સંપર્કમાં આવ્યા હતા. જે રૂપિયા તેણે ટુકડે-ટુકડે પરત પણ કરી દીધા હતા.
જો કે 8 જૂનના દિવસે આરોપીને પોલીસ પકડી ગયેલ હોવાથી તેનો મિત્ર ફરિયાદી યુવતીના ઘરે ગયો હતો. અને રૂપિયા 15 હજાર મંગાવ્યા હોવાનું કહ્યું હતું. જો કે યુવતી પાસે રૂપિયા 9 હજાર પડ્યા હોવાથી તે લઈને તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને આરોપીની માતાને મળીને રૂપિયા 9 હજાર આપ્યા હતા. બાદમાં આરોપી પોલીસ સ્ટેશન બહાર આવતા આરોપી યુવતીને ઘરે નહીં જવાનું કહીને તેની સાથે લઈ ગયો હતો. અને બંને બીજે દિવસે લક્ઝરી બસમાં સ્લીપર કોચમાં બેસીને કચ્છ-ભૂજ જવા માટે નીકળ્યા હતા.
આ સમયે આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડી દીધી હતી. જો કે આરોપીએ તેણે ધમકી આપી હતી કે, તારા ફોટો મારા મોબાઇલ માં છે, જે તારા પતિ અને પરીવારને બતાવી તને બદનામ કરી નાંખીશ. આમ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેઓ બપોરના સમયે અમદાવાદ પરત આવવા માટે નીકળ્યા હતા.
અમદાવાદમાં આરોપીએ મહિલાને એક હોટલમાં લઈ ગયો હતો. જ્યાંથી મહિલાને તે ઘરે નહીં જવા દઈને જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જો કે યુવતીએ તેની માતાને જાણ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જે બાબતની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર