અમદાવાદમાં રહેતા યુવકે નવા કોન્સેપ્ટ સાથે અને નવા સ્ટાર્ટ-અપ સાથે નામવાળા બર્ગર અને નામવાળી કોફી બનાવીને લોકોને પીરસી રહ્યા છે. હાલમાં તેઓ હેલી એન્ડ ચીલી કાફેના અમદાવાદમાં 3, ગુજરાતમાં 17 અને ભારતભરમાં 70 થી વધુ આઉટલેટ ખોલી ચુક્યા છે.
અમદાવાદમાં રહેતા યુવકે નવા કોન્સેપ્ટ સાથે અને નવા સ્ટાર્ટ-અપ સાથે નામવાળા બર્ગર અને નામવાળી કોફી બનાવીને લોકોને પીરસી રહ્યા છે. હાલમાં તેઓ હેલી એન્ડ ચીલી કાફેના અમદાવાદમાં 3, ગુજરાતમાં 17 અને ભારતભરમાં 70 થી વધુ આઉટલેટ ખોલી ચુક્યા છે.
Parth Patel, Ahmedabad: મિત્રો તમે સૌએ બજારમાં મળતા બર્ગર તો ખાધા હશે અને કોફી પણ પીધી જ હશે. પરંતુ શું તમે ક્યારેય તમારા નામવાળા બર્ગર ખાધા છે અથવા તમારા નામવાળી કોફી પીધી છે? ત્યારે અમદાવાદમાં રહેતા યુવકે નવા કોન્સેપ્ટ સાથે અને નવા સ્ટાર્ટ-અપ સાથે નામવાળા બર્ગર અને નામવાળી કોફી બનાવીને લોકોને વેચી રહ્યો છે.
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ કડિયાની ચાલીમાં ગરીબ પરિવારમાં જન્મેલા ચંદ્રેશ બાયડે થોડા સમય પહેલા જ કસ્ટમરના નામવાળા બર્ગર અને કોફી બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. હાલમાં તેઓ ભારતભરમાં આ પ્રકારના બર્ગર અને કોફીની મજા લોકોને આપી રહ્યા છે.
એક દિવસ સ્ટારબક્સ-USA માંથી ટ્રેડમાર્કની લીગલ નોટિસ મળી અને ધંધો બંધ કરવો પડ્યો
ચંદ્રેશ બાયડ સાથે વાત કરતા જણાવ્યું કે મેં અસારવાની મ્યુનિસિપલ શાળામાંથી અભ્યાસ કર્યો છે. મારા પિતા અપંગ હોવા છતાં તે ઘરનું ગુજરાન ચલાવવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર ચેઈન અને તાળા વેચવાનું કામ કરતા હતા અને માતા ભરતકામ કરતા હતા. પરંતુ વધુ અભ્યાસ ચાલુ રાખવાની સાથે ઘરમાં આર્થિક મદદરૂપ થવા માટે પાર્ટટાઈમ નોકરી શરૂ કરી. મારી કામ પ્રત્યેની લગન અને વધુ ભણવા માટેની તત્પરતા જોઈને એક સજ્જન વ્યક્તિએ મને આર્થિક મદદ કરી.
ત્યારબાદ હું ભણવા માટે યુરોપ ગયો અને ત્યાંથી MBAની ડિગ્રી મેળવી 4.5 વર્ષ પછી ભારત પરત આવ્યો. વિદેશમાં અભ્યાસ દરમ્યાન મારો પોતાનો ખર્ચ અને જે આર્થિક મદદ મળી હતી તે પરત કરવા અલગ અલગ નોકરી કરી. ભારતમાં પાછા આવ્યા બાદ કોલ સેન્ટરમાં જોબ શરૂ કરી. પરંતુ મને કંઈક પોતાનો ધંધો કરવાની ઈચ્છા હોવાથી થોડાક મહિનામાં જ નોકરી છોડી દીધી અને પોતાનો એક ચા નો સ્ટોલ શરૂ કર્યો.
ચા ના ધંધામાં મને સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. અચાનક એક દિવસ સ્ટારબક્સ-USA માંથી ટ્રેડમાર્ક માટેની લીગલ નોટિસ મળી. પણ મેં હિમ્મત હાર્યા વગર આ આફતને અવસરમાં બદલવાનો નિર્ણય લીધો અને ત્યારથી મેં હેલી એન્ડ ચીલી કાફેની શરૂઆત કરી. પરંતુ ફૂડમાં કંઈક નવું અને અલગ કરવાના વિચારોને જુદી રીતે રજૂ કર્યો.
દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈસ અને ફ્રેન્ચ ફ્રાઈસની ડીશ બનાવી 2 વર્લ્ડ રેકોર્ડ ગિનીઝ બુકમાં નોંધાવ્યા
વધુમાં જણાવતા કહ્યું કે વર્ષ 2018 માં 2 વર્લ્ડ રેકોર્ડ ગિનીઝ બુકમાં નોંધાવ્યા. જેમાં પ્રથમ રેકોર્ડ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી. જે 11 કિલો વજનની 9.5 ફૂટ લાંબી હતી. જ્યારે બીજો રેકોર્ડ દુનિયાની સૌથી મોટી ફ્રેન્ચ ફ્રાઈસની ડીશ બનાવી. જે 659 કિલોની હતી. આ સાથે મેં બર્ગર તથા કોફીમાં નવો કોન્સેપ્ટ લાવી દુનિયાનું પ્રથમ બર્ગર તથા કોફી કપ 2022 માં લોન્ચ કર્યું.
આ નવા કોન્સેપ્ટમાં ખાસ વાત એ છે કે દરેક ગ્રાહકનું પોતાનું નામ બર્ગર તથા કોફી ગ્લાસ પર લખાવી શકે છે. એ પણ કોઈપણ પ્રકારના શાહી કે કેમિકલ ના ઉપયોગ વગર. તથા દુનિયાની પ્રથમ 1.5 ફૂટ લાંબી ફ્રેન્ચ ફ્રાઈસ પણ સર્વ કરવાનું શરૂ કર્યું. આ સાથે તાજેતરમાં 19/02/2023 ના રોજ ત્રીજો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. જે એક સાથે 500 કોફી એન્ડ બર્ગર ગ્રાહકના પોતાના નામ સાથે સર્વ કરવાનો હતો.
હાલમાં તેઓ હેલી એન્ડ ચીલી કાફેના અમદાવાદમાં 3, ગુજરાતમાં 17 અને ભારતભરમાં 70 થી વધુ આઉટલેટ ખોલી ચુક્યા છે. તથા આવનારા નજીકના સમયમાં તેઓ વિદેશમાં કેનેડા, યુએસએ તથા યુકે માં પણ બિઝનેશ શરૂ કરશે તેવી આશા વ્યક્ત કરી છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.