રબારી, આહિર, જત, મારવાડા, બન્ની ભરતકામમાં એવોર્ડ પણ મળ્યો
અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરો માટે તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં આ વખતે ક્રિસ્ટલ ઈન્ટિરિયરે સાત કલરના ક્રિસ્ટલ ટ્રી કે જે ઘર અને ઓફિસમાં હોમ ડેકોર તરીકે વાપરી શકાય તેવી આકર્ષક વસ્તુઓ મળી રહી છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલું વર્ષના બારેમાસ ધમધમતું અમદાવાદ હાટ એ હસ્તકલા હાથશાળના કારીગરો માટે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ખાસ ગરવી ગુર્જરીને લઈને હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે ક્રિસ્ટલ ઈન્ટિરિયરે સાત કલરના ક્રિસ્ટલ ટ્રી કે જે ઘર અને ઓફિસમાં હોમ ડેકોર તરીકે વાપરી શકાય છે. આ સાથે મેળામાં બ્લોક પ્રિન્ટ, અજરખ પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા વગેરે પણ જોવા મળે છે.
રબારી, આહિર, જત, મારવાડા, બન્ની ભરતકામમાં એવોર્ડ પણ મળ્યો
જેમલ મારવાડા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ મૂળ કચ્છ-ભૂજના વતની છે. તેમની પાસે પાકું ભરત, ખંભીરો, જત વર્ક, નેણ વગેરે વર્કમાં ડિઝાઈનો જોવા મળે છે. જેમાં હેન્ડલ બેગ, પર્સ, ચાકળા વગેરે જોવા મળે છે. આ સાથે ભરતકામમાં પણ રબારી, આહિર, જત, મારવાડા, બન્ની વર્ક મળી રહે છે. જેમાં કોટિ, ચણિયા, પાકીટ, કુર્તી, વોલપીસ, તોરણ પણ બનાવે છે. આ કામમાં તેમને એવોર્ડ પણ મળેલ છે.
કેતન ફડિયા એ જણાવ્યું કે તે પોતે ક્રિસ્ટલ ઈન્ટિરિયર મેન્યુફેક્ચરર છે. તેઓ સાત કલરના ચક્રો અને મલ્ટિકલરના ટ્રી બનાવીને વેચે છે. જેનો ઉપયોગ ઘર અને ઓફિસમાં હોમ ડેકોર તરીકે કરી શકાય છે. આ સાથે કસ્ટમાઈઝ જેમાં સાત ચક્રોમાં ગ્રહો મુજબ ક્રિસ્ટલ ટ્રી અને બ્રેસલેટ બનાવી આપે છે. આ સાથે સફેદ અને લીલા રંગના ગોમતી ચક્ર અને ગણપતિજીની મૂર્તિઓ પણ બનાવે છે.
મન કી બાતમાં પીએમ મોદીએ હસ્તકળા અને સમાજની કારીગરીના વખાણ કરી બિરદાવ્યા
નિખિલ નિર્મલ એ જણાવ્યું કે તેઓ મહુવાના વતની છે. તે તમામ પ્રકારની લાકડાની વસ્તુઓ તેમજ આયુર્વેદિક દવા માટે કાચા માલના ઉત્પાદક માટેની સામગ્રી જાતે જ બનાવીને વેચી રહ્યા છે. તેમની આ કલાને મન કી બાતમાં પીએમ મોદીએ હસ્તકળા અને સમાજની કારીગરીના વખાણ કરી બિરદાવ્યા હતા.
દક્ષાબેન વાઘેલા જણાવે છે કે તેઓ છેલ્લા 15 વર્ષથી જુદી જુદી ડિઝાઈનમાં તોરણ બનાવે છે. સાથે માઈક્રેમની વસ્તુઓ, હીંચકા, ઝુમ્મર, ફૂલદાની બનાવે છે. આ સાથે દિવાળીના દીવડા, એક્રેલિક રંગોળી, શુભ-લાભ, સાથિયા પણ બનાવે છે. જેમાં મોતી અને પમ પમના તોરણ, માઈક્રેનમાં ઘડિયાળ અને અરિસા ખાસ જોવા મળે છે.
સરનામું : અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.