પાંદડાની નીચેની બાજુના કાંટા માછલીઓ સામે રક્ષણ આપે છે
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી નગરમાં ચાર તળાવમાં વિક્ટોરિયા લીલી જેને ભારતમાં રાજકમલ કહેવાતા રોપાઓ વાવવામાં આવ્યા છે.રાજકમલના પાન સરળતાથી 40 થી 50 કિલો વજન સહન કરી શકે છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી નગર ખાતે સંતો અને હરિભક્તો દ્વારા વિવિધ આકર્ષણો બનાવવામાં આવ્યા છે. અહીં ગ્લો ગાર્ડનનું એક અલગ જ આકર્ષણ છે. ત્યારે દિલ્હી અક્ષરધામની ફરતે ચાર તળાવમાં વિક્ટોરિયા લીલીના છોડ વાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં અક્ષરધામની ફરતે બનાવવામાં આવેલા ચાર તળાવમાં વિક્ટોરિયા લીલી જેને ભારતમાં રાજકમલ કહેવાતા રોપાઓ વાવવામાં આવ્યા છે. આ પાણીમાં ઉગતા છોડની વિશેષતા એ છે કે, તે 40 થી 50 કિલો વજન સરળતાથી ઉપાડી શકે છે અને આ છોડ એમેઝોનના જંગલમાં પાણીમાં ઉગે છે.
રાજકમલના પાન સરળતાથી 40 થી 50 કિલો વજન સહન કરી શકે છે
લેન્ડસ્કેપ વિભાગના વડા સેવક ભરતભાઈ પટેલે આ વિક્ટોરિયા લીલી વિશેની રસપ્રદ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકમલના પાન સરળતાથી 40 થી 50 કિલો વજન સહન કરી શકે છે. આ છોડનું નામ વિક્ટોરિયા એમેઝોનિકા છે. જેને ભારતમાં રાજકમલ તરીકે ઓળખાય છે. આ પાન એમેઝોન નદીના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળે છે.
10 થી 12 ફૂટના હોય છે
આ પાનને વિશ્વની સૌથી મોટી વોટરલીલી પણ કહેવામાં આવે છે. વિક્ટોરિયા લીલીના છોડના પાંદડા 10 થી 12 ફૂટના હોય છે. અહીં પ્રમુખસ્વામી નગરમાં 5 ફૂટ વિક્ટોરિયા લીલીના પાંદડા ઉગે છે. આ પાંદડા મજબૂત હોય છે અને સરળતાથી 40 થી 50 કિગ્રા જેટલો વજન સહન કરી શકે છે.
પાંદડાની નીચેની બાજુના કાંટા માછલીઓ સામે રક્ષણ આપે
ભરતભાઈ પટેલે કહ્યું હતું કે, આ પાંદડાની નીચે તીક્ષ્ણ કાંટા હોય છે. જે તેમને શાકાહારી માછલીઓ તથા અન્ય જીવોથી બચાવે છે. વિક્ટોરિયા એમેઝોનિકાને સંપૂર્ણ પરિપક્વ થવામાં 4 મહિના કે તેથી વધુનો સમય લાગે છે. અહીં પ્રમુખસ્વામી નગર ખાતે છોડ પૂણેથી લાવવામાં આવ્યો છે.
પૂલના પાણીનું તાપમાન હીટર દ્વારા જાળવવામાં આવે છે
પ્રમુખસ્વામી મહારાજ જ્યારે મોરેશિયસ ગયા ત્યારે દોઢ કિલો વજનના ઠાકોરજીએ આ પાન પર ડૂબકી મારી હતી. જો કે તેના ફૂલો પહેલા દિવસે પીળા અને બીજા દિવસે ગુલાબી થઈ જાય છે અને પાણીમાં ડૂબી જાય છે. આ વિક્ટોરિયા એમેઝોનિકાના છોડની સારી વૃદ્ધિ માટે પૂલના પાણીનું તાપમાન હીટર દ્વારા 26 થી 32 સેલ્સિયસ રાખવામાં આવે છે. આ પાનને ઠંડીથી બચાવવા માટે દરરોજ રાત્રે તાડપત્રીથી ઢાંકવામાં આવે છે.