Home /News /ahmedabad /Gujarat Elections Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે

Gujarat Elections Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત મતગણતરીની પેટર્ન બદલાશે

(પ્રતિકાત્મક તસવીર)

Gujarat Assembly Elections 2022 Result: મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે એક અલગ ટેબલ મૂકવામાં આવશે પરંતુ મતોની ગણતરી એક જ સમયે શરૂ થશે. આમ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે EVM અને બેલેટ પેપરની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આ વખતે ઈતિહાસમાં પહેલી વખત મત ગણતરી પેટર્ન બદલાશે. જી હાં, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીના મતની ગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઇવીએમ એકસાથે ખોલાશે અને બેલેટ પેપર અને ઇવીએમના મતોની ગણતરી પણ એક સાથે કરાશે. તમને જણાવી દઇએ કે, આ પહેલા એવું થતું હતું કે, પહેલા બેલેટ પેપરની ગણતરી થતી હતી અને તેના પછી ઇવીએમ ખોલાતા હતા અને તેમા પડેલા મતની ગણતરી શરૂ કરાતી હતી. જોકે આ વખતે બેલેટ પેપર અને EVMની ગણતરી એકસાથે થવાની છે.

    આ સાથે જ મત ગણતરી દરમિયાન બેલેટ પેપર માટે એક અલગ ટેબલ મૂકવામાં આવશે પરંતુ મતોની ગણતરી એક જ સમયે શરૂ થશે. આમ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનશે કે EVM અને બેલેટ પેપરની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે.



    તમને જણાવી દઇએ કે, વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ 8 ડિસેમ્બરને મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકોની મતગણતરી ગુરૂવારનાં રોજ હાથ ધરવામાં આવશે. અમદાવાદની 21 બેઠકોની ગણતરી ત્રણ અલગ-અલગ કોલેજમાં હાથ ધરવામાં આવશે. જેમાં LD એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત કોલેજ તેમજ પોલીટેકનિક કોલેજમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે.

    આ પણ વાંચો: સુરતમાં બારીમાંથી કચરાનું પોટલું નાંખવા જતાં વૃદ્ધને મળ્યું મોત

    અમદાલાદની બેઠકોની વાત કરવામાં આવે તો LD એન્જીનિયરિંગ કોલેજમાં ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, અમરાઈવાડી, મણીનગર અને સાબરમતી એમ કુલ 8 વિધાનસભા બેઠકોની ગણતરી કરવામાં આવશે. તો ગુજરાત કોલેજમાં નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર ખાડીયા, દાણીલીમડા અને અસારવા એમ કુલ 7 વિધાનસભા બેઠક અને અમદાવાદ ગ્રામ્યની બેઠકો જેમાં સાણંદ, વિરમગામ, નિકોલ, દસક્રોઈ, ધોળકા અને ધંધુકા મળીને 6 વિધાનસભા બેઠકોની મતગણતરી પોલીટેકનીક કોલેજ ખાતે કરાશે. મતગણતરી કેન્દ્રો ખાતે જ EVMનાં સ્ટ્રોંગ રૂમ બહાર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.. તડામાર તૈયારીઓની સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સૂચારૂ વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્ટ્રોંગરૂમમાં રાખેલા CCTV દ્વારા કંટ્રોલરૂમમાં દેખરેખ રખાઈ રહી છે.. જે તે પક્ષનાં એજન્ટ પણ સ્થિતિ પર નજર રાખી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly Election Results

    विज्ञापन
    विज्ञापन