Home /News /ahmedabad /Ahmedabad: નવરાત્રિ પછી છિદ્રવાળા ગરબાનું તમે પણ આ રીતે કરી શકો છો સદ્દઉપયોગ

Ahmedabad: નવરાત્રિ પછી છિદ્રવાળા ગરબાનું તમે પણ આ રીતે કરી શકો છો સદ્દઉપયોગ

માતાજીના ગરબા, માટલા, કોડીયા મહિના પહેલાથી બનાવવામાં આવે છે

ચાચર ચોકમાં માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની અંદર માતાજીનો દીવો મુકીને મહિલાઓ દ્વારા ગરબા ગવાતા હોય છે. નવરાત્રી પૂરી થયા બાદ સંસ્થા દ્વારા તેનો ઉપયોગ પક્ષીઓના માળા માટે કરતા હોય છે.

    Parth Patel, Ahmedabad: ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબા અને મા અંબાને માટીના ગરબાની પધરામણી કરીને ઉપાસના કરવામાં આવતી હોય છે. જેનો આજથી પ્રારંભ થઈ ગયોછે. ત્યારે ઘરે પણ માતાજીના ગરબાની સ્થાપનાનું ખાસ મહત્વ રહેલું છે. એવા માટીના ગરબાનું વેચાણ માટે રંગબેરંગી માટીના ગરબા ભક્તો પોતાના ધરે લાવી માની આરાધના માટે નવ દિવસ માટે સ્થાપના કરી પૂજા અર્ચના કરે છે.

    મંદિર અને ઘરે માટીના છિદ્રવાળા ગરબાની સ્થાપના કરવામાં આવતી હોય છે

    ગુજરાત રાજ્યમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મંદિર અને ઘરોમાં માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની સ્થાપના કરવામાં આવતી હોય છે. ચાચર ચોકમાં માટીના છિદ્રવાળા રંગબેરંગી ગરબાની અંદર માતાજીનો દીવો મુકીને મહિલાઓ દ્વારા ગરબા ગવાતા હોય છે. વર્ષો જૂની પ્રથા આજના આધુનિક સમયમાં પણ ચાલી રહી છે.



    આ ઉપરાંત માટીના ગરબાને નવરાત્રી પૂરી થયા બાદ સંસ્થા દ્વારા તેનો ઉપયોગ પક્ષીઓના માળા માટે કરતા હોય છે. માટીના ગરબા, માટલી વગેરેને નવરાત્રી પૂર્ણ થયા બાદ ખાસ કરીને ઘર આંગણે આવતા પક્ષીઓના રહેઠાણ માટે, કોડીયાનો ઉપયોગ દાણા, પાણી ભરવા માટે થાય છે. જેનાથી પક્ષીઓને ટાઢ, તાપ અને વરસાદથી રક્ષણ મળી રહે છે.

    માતાજીના ગરબા, માટલા, કોડીયા મહિના પહેલાથી બનાવવામાં આવે છે

    અત્યાર સુધીમાં ગરબાનું વેચાણ માતાજીના ગરબા, માટલા, કોડીયા બનાવવાના વારસાગત વ્યવસાય સાથે સંકળાયેલા કુંભાર પરિવારના સભ્યોના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક મહિના પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે.આ વર્ષે પણ એક મહિના પહેલાથી રંગબેરંગી ગરબા તૈયાર કરવામાં આવ્યા છે.



    જેમાં અત્યાર સુધીમાં હજારો ગરબાનું વેચાણ કરવામાં આવ્યું છે. હજુ પણ લોકોની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. આ રંગબેરંગી ગરબાની કિંમત 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની છે. તૈયાર ગરબાના હોલસેલ અને રિટેઈલર્સ ગ્રાહકો હોલસેલના ભાવે અંદાજે 50 રૂપિયા રાખવામાં આવી રહ્યો છે.

    આ વખતે ડિઝાઈનર, તાંબા, પિત્તળના ગરબાની બોલબાલા છે

    બજારમાં આ ગરબાનું છુટકમાં 100 રૂપિયાની આસપાસ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ડિઝાઇનર ગરબા નવરાત્રીની શોભા વધારે છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન પરંપરાગત માટીના ગરબાના વેચાણ કેન્દ્રોમાં ડિઝાઈન ગરબાની પણ સારી બોલબાલા જોવા મળી રહી છે.



    માટીના ગરબાના સ્થાને એક એકથી ચડિયાતા રંગોથી સુશોભિત કરી તેના પર અવનવા પ્રકારની ડિઝાઈન દોરી વધુ આકર્ષક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આધુનિક સમયની અંદર બજારમાં તાંબા, પિત્તળના ગરબા જોવા મળી રહ્યા છે.
    First published:

    Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन