આ કેમ્પ ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ ચાલનારો હતો
અમદાવાદ જિલ્લામાં રોપડા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં લોકડાઉન વખતે ઓનલાઇન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 150 દિવસ સળંગ ચાલનાર કેમ્પ બન્યો હતો. શાળાનું 1.37 કરોડનું અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું છે.
Parth Patel, Ahmedabad : અમદાવાદથી 50 કિમી ના અંતરે આવેલા રોપડા ગામનું વાતાવરણ જ કંઈક અલગ છે. અહીંની રોપડા પ્રાથમિક શાળા વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ, વિવિધ રમતો સાથે બાળકોને જોડીને સર્વાંગી વિકાસ સાધી રહી છે. ત્યારે લોકડાઉનના સમયમાં રોપડા પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઇન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ ચાલનારો હતો.
ગામ લોકોના નવા વિચારો પર અમલ કરવા કટિબદ્ધ
શાળા દ્વારા વર્ષ 2016 માં જ સ્પેસ ક્લબ અને ઇનોવેશન ક્લબ દ્વારા રોપડા પ્રાથમિક શાળા બાળકો સહિત ગામ લોકોના નવા વિચારો પર અમલ કરવા કટિબદ્ધ છે. અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં અવનવા પ્રયોગો કર્યા છે અને તેમાં સફળતા પણ મળી છે. શિક્ષણની વાત કરીએ તો આ શાળામાં સોફોસ કંપની દ્વારા શાળાને 1.37 કરોડના ખર્ચે અદ્યતન નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ રોપડા ગામ અને શાળાના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાન વિષય સાથે વિવિધ ટેકનોલોજી સારી રીતે સમજી અને શીખી શકે તે માટે કંપની સાથે અન્ય સ્વૈચ્છિક ફાઉન્ડેશન અને સંસ્થા દ્વારા 4 લાખના ખર્ચે અદ્યતન ક્ષિતિજ સાયન્સ લેબ બનાવવામાં આવી છે.
આ કેમ્પ ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ ચાલ્યો હતો
શાળાના પ્રિન્સિપાલ નિશીથભાઈ આચાર્યે જણાવ્યું હતું કે, અમારી શાળાને રાજ્ય સરકાર તરફથી તો સંખ્યાબંધ સુવિધાઓ મળે છે. જેમાં અમારા બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે પણ અમે વિશેષ પ્રયત્નો કર્યા છે. ખાસ કરીને લોકડાઉનના સમયમાં રોપડા પ્રાથમિક શાળા દ્વારા ઓનલાઇન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ ચાલનારો હતો. આ સમર ઓનલાઈન કેમ્પમાં અલગ અલગ જિલ્લાના 1200 જેટલા વિદ્યાર્થીઓ અને 300 જેટલા શિક્ષકોએ સાથે મળી 500 થી પણ વધારે પ્રવૃત્તિ કરી હતી. જેના માટે શાળાને બે રાષ્ટ્રીય કક્ષાના સન્માન પણ મળી ચૂક્યા છે. વેકેશનમાં શાળામાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીષ્મોત્સવમાં ભાગ લઈ વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી.
બાળકો એકાગ્રતા, સમય સૂચકતા, નિર્ણય શક્તિ, સ્ટેબિલીટી મેળવવા માટે સક્ષમ બન્યા
વિવિધ પ્રેક્ટિસ દ્વારા ફ્લેક્સિબલ બની કંટેમ્પરી ડાન્સ પણ તાલીમ બદ્ધ યુવાન દ્વારા શીખ્યા હતા. જે તેઓને એકાગ્રતા, સમય સૂચકતા, નિર્ણય શક્તિ, સ્ટેબિલીટી મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થયો તેવું મનાય છે. જેમાં ગામના મંદિર, ખેતર અને ખુલ્લી જગ્યામાં સામૂહિક વૃક્ષારોપણ તથા શાળાના આંગણમાં વૃક્ષો પર પક્ષીઓ અને અન્ય જીવો માટે શૈક્ષણિક માળા લગાવવામાં આવ્યા.
શાળામાં અનેક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે
આ ઉપરાંત શાળા દ્વારા બાળકો શીખવું, વાંચન, પ્રયોગ કરવા, રમતો રમવી, રમત-ગમત, સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ, આઉટ રીચ પ્રોગ્રામ, વિચારો શેર કરવા, સંગીત, કલા, વિવિધ સ્પર્ધા, વિવિધ દિવસોની ઉજવણી, રસોઇ બનાવવી, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ સાથે શાળામાં પુનિત વન બનાવવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓ માટે Y.S.F., I.I.M., Gyan, એલિક્ષર ફાઉન્ડેશન, માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થાએ સહકાર આપ્યો હતો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.