Home /News /ahmedabad /આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજે ભૂલથી પણ અહીંથી પસાર ન થતા! અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું
Thirty First: આજે થર્ટી ફસ્ટને લઈને શહેરમાં લોકો 12 વાગે પાર્ટીઓ કરતા જોવા મળશે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત જાહેર વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમદાવાદ: આજે થર્ટી ફસ્ટને લઈને શહેરમાં લોકો 12 વાગે પાર્ટીઓ કરતા જોવા મળશે. પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં નવા વર્ષની ઉજવણી અંતર્ગત જાહેર વ્યવસ્થા જાળવવા માટે અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે સી.જી રોડના સ્ટેડીયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી કોઈ ખાસ કારણો સિવાય વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ!
જાહેરનામા પ્રમાણે સમથેશ્વર મહાદેવથી બોડીલાઇન ચાર રસ્તા, ગુલબાઇ ટેકરાથી બોડીલાઇન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરી શકશે. પરંતુ સી.જી.રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને આઠ વાગ્યા પછી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે. મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રીક્સ ચાર રસ્તા થઇ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તીક ચાર રસ્તા થઇ કોમર્સ છ રસ્તા આમને સામને બન્ને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી.રોડ ક્રોસ કરવાનો રહેશે.
પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં રાત્રે 11 વાગ્યા સુધી ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેવા તમામ પ્રકારના વાહનો એસ.જી.હાઇવે એટલે કે સરખેજ ગાંધીનગર હાઇવે આજે સાંજે કલાક ૨૦.૦૦ વાગ્યાથી તારીખ 01/01/2023ના રાત્રિના 03:00 વાગ્યા સુધી અવર-જવર કરી શકશે નહી. આ દરમિયાન વાહન ચાલકોએ પ્રતિબંધિત વિસ્તાર સિવાયના સરદાર પટેલ રીંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો: અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઈપ લાઇનમાં ભંગાણ
આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે કાર્યવાહી
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તે ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. શહેરના આ વિસ્તારોમાં વાહનો પાર્કિંગ કરવા પર અને ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.