Home /News /ahmedabad /

અમદાવાદઃ તમે ST બસમાં સફર કરો છો તો આ સમાચાર ચોક્કસ વાંચો, પોલીસે ગેંગના સભ્યને દબોચી લીધો

અમદાવાદઃ તમે ST બસમાં સફર કરો છો તો આ સમાચાર ચોક્કસ વાંચો, પોલીસે ગેંગના સભ્યને દબોચી લીધો

પકડાયેલા આરોપીની તસવીર

Ahmedabad crime branch:ગીતામંદિર (Gitamandir) નજીક ST બસમાં (ST bus travels) આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 18 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ધરપકડ કરી હતી.

અમદાવાદઃ અત્યારે દિવાળી પર્વ (Diwali festival) ચાલી રહ્યુ છે ત્યારે લોકો પોતાના વતન અને સંબંધીઓના ઘરે અથવા તો ફરવા નીકળતા હોય છે ત્યારે ચોર ગેંગ પણ સક્રિય થતાં હોય છે. ત્યારે બસમાં મુસાફરી કરનારા લોકોએ સાવધાન કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ગીતામંદિર (Gitamandir) નજીક ST બસમાં (ST bus travels) આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 18 લાખના સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime branch) ધરપકડ કરી હતી. પોલીસે 7.94 લાખનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોરીનો માસ્ટર માઈન્ડ ફરાર હોવાથી પોલીસે શોધખોળ શરૂ કરી.

પોલીસ કસ્ટડીમાં આવેલ આરોપી પરષોતમ ઉર્ફે પચીયો ઉર્ફે પચુ સોલંકીએ આંગડિયા પેઢીના કર્મચારીની 18 લાખના દાગીના ભરેલી બેગની ચોરી કરીને ફરાર થઈ ગયો. પરંતુ ST સ્ટેન્ડમાં CCTV ફુટેજમાં આરોપી ઝડપાઇ જતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નરોડાથી ધરપકડ કરી હતી.

ઘટનાની વાત કરીએ તો માણેકચોકમાં આવેલ કે.અશ્વિન આંગડિયા પેઢીમાં દાગીના લાવવા લઇ જવાનું કામ કરતા બળવંતસિંહ રાજપૂત મહેસાણા, પાલનપુર અને ડીસા ખાતેની પેઢીમાં દાગીના આપવા માટે એસ ટી સ્ટેન્ડથી અમદાવાદ ધાનેરા બસમાં બેઠા, જોકે બસ સ્ટેશનની બહાર નીકળતા જ તેઓને પોતાની પાસેનો દાગીના ભરેલો એક થેલો ન હોવાનું ધ્યાને આવતા બસ રોકીને તપાસ કરી હતી.

આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

ત્યારે ચોરી થઈ હોવાનું ખુલતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.તપાસમાં સામે આવ્યું કે  આરોપી પરષોતમ ઉર્ફે પચીયો અને તેનો મિત્ર અશ્વિન છારા ચોરી કરવા માટે ST સ્ટેન્ડ ગયા હતા. જ્યાં અશ્વિન છારા ધાનેરાની બસમાં ચઢી ગયો જ્યારે આરોપી પચીયો બસની બહાર ઉભો રહ્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ લુખ્ખાઓના આતંકનો live video,કાર બાદ ચાલુ એક્ટીવાએ સળગતા ફટાકડા રોડ પર ફેંક્યા

અશ્વિને દાગીના ભરેલું બેગ બારીમાંથી આરોપીને આપતા તે બેગ લઈને જતો રહ્યો.. ત્યાર બાદ બન્ને આરોપીઓ રિક્ષામાં નરોડા પહોંચ્યા જ્યાં બેગ ચેક કરતા 18 લાખના દાગીના મળી આવ્યા . આ બેગ અશ્વિને પોતાના પાસે રાખ્યું હતું.

આ પણ વાંચોઃ-માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત 

ગઈ કાલે સોનાના દાગીના ભાગ પાડીને આરોપી પચીયો પોતાનો હિસ્સો લઈને આવ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળતા રૂ 7.94 લાખના દાગીના સાથે ઝડપાઇ ગયો.પકડાયેલા આરોપી સરદારનગર પોલીસ સ્ટેશનમાં 3 વખત દારૂના કેસ પકડાયો છે.

આ પણ વાંચોઃ-લોકપ્રિય તમિલ એક્ટર વિજય સેતુપતિ ઉપર બેંગ્લુરુ એરપોર્ટ ઉપર અજાણ્યા વ્યક્તિનો હુમલો, જુઓ video

જ્યારે આંગડિયા પેઢીના કર્મચારીના દાગીનાની ચોરી કરનાર માસ્તર માઈન્ડ અશ્વિન હજુ ફરાર છે. તેની પાસે ચોરીનો બાકીનો મુદ્દામાલ છે. જેથી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Gujarati News News

આગામી સમાચાર