Home /News /ahmedabad /Ahmedabad: ભારતના નાગરિક હોવા છતા આ વ્યક્તિઓ મતદાનથી રહેશે વંચિત, શું છે કારણ
Ahmedabad: ભારતના નાગરિક હોવા છતા આ વ્યક્તિઓ મતદાનથી રહેશે વંચિત, શું છે કારણ
આચાર સંહિતા લાગુ પડતાની સાથે કેદીઓને પેરોલ મળી શકતા નથી
વિધાનસભા ચૂંટણી 2022માં કેટલાક લોકો એવા છે કે , તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ ભારતીય નાગરિક હોવા છતાં કરી શકશે નહીં. રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17,000 જેટલા કેદીઓ છે. જેઓ મતદાન કરી શકશે નહીં.
Parth Patel, Ahmedabad: ભારત એક લોકશાહી દેશ છે. જેમાં લોકો પોતાનો કિંમતી મત આપી નેતાને ચૂંટે છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી 2022માં કેટલાક લોકો એવા છે કે , તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ ભારતીય નાગરિક હોવા છતાં કરી શકશે નહીં. આ માટે બીજા કોઈ નહિ પણ જેલમાં બંધ કેદીઓ છે. જેમાં હાલમાં રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17,000 જેટલા કેદીઓ છે. જેઓ મતદાન કરી શકશે નહીં.
પરંતુ આના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે તેઓ ભારતના નાગરિક છે. છતાં પણ તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારે આવા લોકો માટે પણ ચૂંટણી કમિશનને કંઈક વિચારણા કરવાની જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે. જેથી કરીને સામાન્ય માનવી હોય કે કેદી હોય તે તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
કોણ કોણ મતદાન કરી શકે નહીં
લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય નેતા ચૂંટી લાવવાનો અધિકાર દરેક નાગરિકને છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણી 2022માં કેટલાક લોકો એવા છે કે જેમાં મતાધિકારો ભારતીય નાગરિક હોવા છતાં મતદાન કરી શકશે નહીં. જેમાં 18 વર્ષથી નીચેના બાળકો, દર્દીઓ, જેલના કેદીઓ વગેરેનો સમાવેશ થાય છે.
32 જેલમાં અંદાજે 17,000 જેટલા કેદીઓ બંધ છે
હાલમાં રાજ્યની 32 જેલમાં બંધ અંદાજે 17,000 જેટલા કેદીઓ છે. જેઓ મતદાન કરી શકશે નહીં. કેમ કે નિયમ પ્રમાણે જેલમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. જેના કારણે જેલમાં બંધ કેદીઓ તેમના મતનો ઉપયોગ કરી શકતા નથી. તે પછી પાકા કામના કેદી હોય, કાચા કામના કેદી હોય. કે પછી અંડરટ્રાયલમાં રહેલા કેદીઓની વાત હોય.
શા માટે જેલમાં રહેલા બંધ કેદી મતદાન કરી શકતા નથી ?
કાયદાકીય પ્રાવધાનને લઈને કેદીઓ મતદાનથી વંચિત રહેશે. પાકા કામના કેદી ચૂંટણીમાં ન તો લડી શકે કે ન તો કોઈને મતદાન કરી શકે છે. જ્યારે કાચા કામના કેદી જેલમાં રહીને ચૂંટણીમાં લડી તો શકે છે. પરંતુ મતદાન કરી શકતા નથી.
આચાર સંહિતા લાગુ પડતાની સાથે કેદીઓને પેરોલ મળી શકતા નથી
ચૂંટણીની જાહેરાત થતાની સાથે આચાર સંહિતા લાગુ પડી જતી હોય છે. જેમાં આચાર સંહિતા લાગુ પડતાની સાથે જેલમાં બંધ કેદીઓને પેરોલ આપવા પર પ્રતિબંધ લાગી જાય છે. જેના કારણે તેઓ આચાર સંહિતા લાગુ થવાથી લઈને ચૂંટણી પૂર્ણ થયા સુધી બહાર આવી શકતા નથી. જેથી તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકતા નથી.આ ઉપરાંત જેલમાં સુરક્ષા અને અન્ય બાબતોને ધ્યાને રાખીને તથા કાયદાકીય નિયમ પ્રમાણે મતદાનની વ્યવસ્થા થતી નથી. જેના કારણે જેલમાં બંધ કેદીઓ પોતાના મતાધિકારથી વંચિત રહે છે. એટલું જ નહીં પરંતુ આ સમય દરમિયાન જો કોઈ કેદીએ પેરોલ લેવી હોય તો કોર્ટમાં અરજી કરવી પડતી હોય છે. જેમાં બીમારી કે અન્ય ગંભીર કોઈ બાબત હોય તો કોર્ટ તેને ધ્યાને રાખીને જ કેદીને જરૂર લાગે તો જ પેરોલ આપતી હોય છે.
રાજ્યની 32 જેલમાં કેદીઓના આંકડા
અમદાવાદ સેન્ટ્રલ જેલ અંદાજે 3400 જેટલા કેદીઓવડોદરા સેન્ટ્રલ જેલ અંદાજે 1500 જેટલા કેદીઓરાજકોટ સેન્ટ્રલ જેલ અંદાજે 1800 જેટલા કેદીઓસુરત લાજપોર સેન્ટ્રલ જેલ અંદાજે 2800 જેટલા કેદીઓજામનગર ડિસ્ટ્રિક્ટ જેલ અંદાજે 600 જેટલા કેદીઓ છે.આમ અમદાવાદ શહેર સહિત રાજ્યની 32 જેલમાં અંદાજે 17 હજાર જેટલા કેદીઓ જેલમાં બંધ છે. જેમાં પાકા કામના કેદી 4500 ઉપર છે. જ્યારે કાચા કામના કેદી અંદાજે 12 હજાર જેટલા છે. જેમાં પુરુષ કેદીઓની સંખ્યા સૌથી વધુ છે.
જેલોમાં કેપેસિટી કરતા 20 ટકા વધુ કેદીઓ છે
એક આંકડા પ્રમાણે સાબરમતી જેલમાં 3400 જેટલા કેદીઓ હાલમાં બંધ છે. જેમાં 1200 જેટલા પાકા કામના કેદી છે. જ્યારે અન્ય કાચા કામના કેદી છે અને પાસાવાળા અંદાજે 300 જેટલા કેદી છે. જો કે તેમાં પેરોલ પર કેટલા કેદી બહાર છે. તેનો કોઈ ચોક્કસ આંકડો નથી