Home /News /ahmedabad /Gujarat Election: ભાજપ માટે મહત્ત્વપૂર્ણ છે અમદાવાદની આ 16 બેઠકો, શું કોંગ્રેસ અને આપ આપશે પડકાર?

Gujarat Election: ભાજપ માટે મહત્ત્વપૂર્ણ છે અમદાવાદની આ 16 બેઠકો, શું કોંગ્રેસ અને આપ આપશે પડકાર?

શહેરમાં મુસ્લિમ વોટના વિભાજનથી ભાજપને લાભ થશે.

Gujarat Assembly Election 2022: ગુજરાતના અન્ય શહેરોની જેમ અમદાવાદ શહેરના મતદારો પણ 90ના દાયકાની શરૂઆતથી જ ભાજપની પાછળ મક્કમતાથી ઉભા છે. શહેરમાં મણિનગર અને ઘાટલોડિયા એમ બે મુખ્ય બેઠકો છે. મોદી 2002 થી 2014 સુધી મણિનગર સીટના ધારાસભ્ય હતા

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં સોમવારે અમદાવાદ શહેરની 16 બેઠકો પર મતદાન થવાનું છે તે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે ખુબ જ નિર્ણાયક છે, જેણે 1990 થી અહીં યોજાયેલી ચૂંટણીમાં હંમેશા જીત મેળવી છે. કોંગ્રેસે 2012માં આ 16માંથી બે બેઠકો જીતી હતી. ત્યાં જ 2017ની ચૂંટણીમાં તેનું પ્રદર્શન સુધર્યું અને પાર્ટી ચાર બેઠકો જીતવામાં સફળ રહી. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) ના પ્રવેશ સાથે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે, જેણે તમામ 16 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન ચાર બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

  રાજકીય વિશ્લેષકોનું અનુમાન છે કે હાલમાં આ 16માંથી 12 બેઠકો ધરાવનાર ભાજપ આમાંથી મોટાભાગની બેઠકો જીતી શકે છે અને AAP ભાગ્યે જ કોઈ અસર કરી શકશે. AIMIM કેટલીક સીટો પર કોંગ્રેસના વોટમાં ઘટાડો કરી શકે છે.

  પીએમ મોદીનું ખાસ ધ્યાન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાના મતદાન પહેલા શહેરમાં એક પછી એક બે રોડ શો કર્યા છે. આ તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર મતદાન થવાનું છે. આમ ભાજપનો ગઢ ગણાતા અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકો ફરી ચર્ચામાં આવી છે.

  આ પણ વાંચો: પતિની લાશને લઇ નર્સ પત્ની હોસ્પિટલ પહોંચી, 13 વર્ષની દીકરીની વાત સાંભળી પોલીસ ચોંકી ગઇ

  પીએમ મોદીએ 1 ડિસેમ્બરે શહેરમાં 30 કિલોમીટર લાંબા રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. તેમનો રોડ શો અમદાવાદના 13 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થયો હતો. 2 ડિસેમ્બરના રોજ તેમણે તેમના હાઈ-પ્રોફાઈલ અભિયાનના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટથી સરસપુર વિસ્તાર સુધીના 10 કિલોમીટરના રોડ-શોનું નેતૃત્વ કર્યું હતું.

  આ બેઠકો ભાજપનો જૂનો ગઢ છે

  ગુજરાતના અન્ય શહેરોની જેમ અમદાવાદ શહેરના મતદારો પણ 90ના દાયકાની શરૂઆતથી જ ભાજપની પાછળ મક્કમતાથી ઉભા છે. શહેરમાં મણિનગર અને ઘાટલોડિયા એમ બે મુખ્ય બેઠકો છે. મોદી 2002 થી 2014 સુધી મણિનગર સીટના ધારાસભ્ય હતા, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. અગાઉ આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા.

  વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન હોવા છતાં 2017માં ભૂપેન્દ્ર પટેલ 1.17 લાખ મતોના જંગી માર્જિનથી જીત્યા હતા. ભાજપે ફરી સત્તામાં આવશે તો પટેલને મુખ્યમંત્રીની ખુરશી બનાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઘાટલોડિયાથી તેના રાજ્યસભાના સભ્ય ડો. અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે.

  આ પણ વાંચો: પાડોશી નરાધમે બે વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

  મણિનગર મતવિસ્તાર શહેરની સૌથી ચર્ચિત બેઠક અને ભાજપનો ગઢ કહી શકાય. જ્યારે જમાલપુર-ખાડિયા અને દરિયાપુર બેઠકો મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવે છે, બીજી તરફ ઓછામાં ઓછી છ અન્ય બેઠકો - ઘાટલોડિયા, ઠક્કરબાપા નગર, સાબરમતી, મણિનગર, નિકોલ અને નરોડા - પાટીદાર સમુદાયના મતદારોની નોંધપાત્ર સંખ્યામાં છે.

  બે બેઠકો પર મુસ્લિમ મતદારોની મોટી ભૂમિકા

  વેજલપુર અને દાણીલીમડા (અનામત) બેઠકો પર પણ મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો છે. 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને 14 બેઠકો મળી હતી અને કોંગ્રેસે દરિયાપુર અને દાણીલીમડામાં બે બેઠકો જીતી હતી. વર્ષ 2017માં કોંગ્રેસે તેનું પ્રદર્શન સુધર્યું હતું અને બાપુનગર, જમાલપુર-ખાડિયા, દરિયાપુર અને દાણીલીમડા એમ ચાર બેઠકો જીતી હતી.

  અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી એઆઇએમઆઇએમ એ આ ચાર અને વેજલપુર સીટ પર ઉમેદવાર ઉતારવાની ઘોષણા કરી હતી. પરંતુ બાપુનગર સીટથી પાર્ટીના ઉમેદવાર શાહનવાઝ પઠાણs કોંગ્રેસ ઉમેદવારના પક્ષમાં પોતાનું નામ પરત ફેંચી લીધુ છે. વર્ષ 2017માં બાપુનગરમાં કોંગ્રેસના હિમંતસિંહ પટેલે બીજેપીના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપુતને લગઊગ 3000 મતોના સામાન્ય માર્જિનથી હરાવ્યા હતા. ત્યાં જ આ વખતે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ શહેરની તમામ 16 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે.

  મુસ્લીમ વોટના વિભાજનથી ભાજપને લાભ થશે

  રાજનીતિક વિશ્લેષક દિલીપ ગોહીલે જણાવ્યું કે, ‘જોકે એઆઇએમઆઇએમના ઉમેદવાર હિંમતસિંહ પટેલના પક્ષમાં પોતાનું નામાંકન પરત ખેંચી લીધુ છે, પરંતુ સંભાવના છે કે, કોંગ્રેસના મતોના સંભવિત વિભાજનના કારણે આ વખતે બીજેપી ફરીથી જીતી શકે છે.

  તેમણે કહ્યું,‘ભલે એઆઇએમઆઇએમ મેદાનમાં ન હોય પરંતુ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અલ્તાફ ખાન પઠાણ મુસ્લીમ મતોના વિભાજનના માધ્યમથી હિંમતસિંહ પટેલનો ખેલ બગાડી શકે છે અને અંતત: ભાજપ આ સીટ જીતી શકે છે.’

  ગુજરાતની કુલ 182 વિધાનસભા સીટોમાંથી 93 સીટો પર સોમવારે મતદાન થવાનું છે. આ 93 સીટોમાં અમદાવાદ શહેરની 16 સીટો સામેલ છે. બાકી 89 સીટો પર 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. આ તમામ સીટો પર 8 ડિસેમ્બરના રોજ મતદાન થશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन