જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્કમાં ભુવો પડ્યો.
આ ઘટનાની આપવીતી જણાવતા આતિફે કહ્યું કે, તે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અહીં એક્ટિવા સહિત તે ભૂવામાં ગરકાવ થઇ ગયો હતો અને આ ભૂવામાં જે પાણીની લાઇન પસાર થઇ રહી છે તેનું પ્રેશર એટલું હતું કે તે 15 ફૂટ સુધી દૂર ચાલ્યો ગયો હતો.
અમદાવાદ: શહેર (Ahmedabad)માં પડેલા પ્રથમ વરસાદ (Ahmedabad Rain)માં જ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે અને તેના કારણે શહેરીજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અમદાવાદમાં બે દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદ (Rainfall in Ahmedabad)ના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા તો ત્યાં જ શહેરના કેટલાક ગરનાળાઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. સાથે જ શહેરમાં ભૂવા પણ પડ્યા હતા. ત્યારે આજે શહેરના જુહાપુરા વિસ્તાર (Juhapura)માં રોડ પર અચાનકથી પડેલા ભૂવાના કારણે એક યુવકનો જીવ પણ જોખમમાં મૂકાઇ ગયો હતો.
ખરેખરમાં અમદાવાદના જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્ક નજીક કેનાલ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે ત્યાં ભૂવો પડ્યો હતો, જ્યાંથી આતિફ ખાન નામનો યુવક પોતાની એક્ટિવા લઇને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનકથી ત્યાં ભૂવો પડી ગયો હતો અને આતિફની એક્ટિવા તેમા ફસાઇ ગઇ હતી. આ દરમિયાન નજીકમાં રહેલા અન્ય યુવાનો તેની મદદે આવ્યા હતા. પરંતુ તેઓ આતિફની મદદ કરે તે પહેલા જ આતિફ તેની એક્ટિવા સાથે તે ભૂવામાં ગરકાવ થઇ ગયો હતો.
ચોમાસુ આવતા જ અમદાવાદમાં જોખમી ભુવાનું સામ્રાજ્ય છવાયુ
જુહાપુરાના ફતેહ વાડી વિસ્તારમાં આવેલ લબ્બેક પાર્કમાં ભુવો પડ્યા એક યુવાન એક્ટીવા સાથે ખાબક્યો
આ ઘટનાની આપવીતી જણાવતા આતિફે કહ્યું કે, તે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અહીં એક્ટિવા સહિત તે ભૂવામાં ગરકાવ થઇ ગયો હતો અને આ ભૂવામાં જે પાણીની લાઇન પસાર થઇ રહી છે તેનું પ્રેશર એટલું હતું કે તે 15 ફૂટ સુધી દૂર ચાલ્યો ગયો હતો. જોકે નજીકમાં રહેલા લોકોએ દોરડાની મદદથી તેની બહાર નીકાળ્યો હતો. આતિફના કહેવા અનુસાર, જ્યારે તે આ ભૂવામાં પડ્યો ત્યારે તેના હાથમાં કોઇ પાઇપલાઇન આવી ગઇ હતી જેથી તેની મદદથી તે બચી શક્યો.
હાલમાં આતિફની એક્ટિવા તે ભૂવામાં જ પડી છે અને સ્થાનિક લોકો અમદાવાદ કોર્પોરેશન સામે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. ત્યાં જ આતિફ તેને બચાવનારા લોકોનો આભાર માની રહ્યો છે સાથે જ કોર્પોરેશનની પ્રી-મોનસુન કામગીરીમાં થયેલી બેદરકારીને લઇ પોતાનો જીવ જોખમમાં મૂકાયો હોય તેમ જણાવી રહ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર