અમદાવાદ : શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા ગુરુજી બ્રિજ પર ગત મોડી રાત્રે ખુની ખેલ ખેલાયો છે. નિર્દોષ યુવાનની હત્યા કરી મોબાઈલ અને પર્શની લૂંટ ચલાવવામાં આવી છે.
એક કામ પતાવીને થોડીવારમાં પાછો આવું છું આવું કહીને ઘરેથી નીકળેલા ઉમંગ દરજીની હવે તેનો પરિવાર કાયમ માટે રાહ જોતો રહી ગયો છે. ઉમંગના પરિવારને ક્યારેય અંદાજ એવો નહીં હોય કે તેમનો દીકરો હવે કદાપિ પરત નહીં આવે.
ઘરેથી નીકળ્યા બાદ ગુરુજી બ્રિજ પર ઉમંગ દરજી ઉભો હતો. તે દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કેટલાક શખ્સો મોબાઇલ અને પર્સ અને લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. ઉમંગ ના પર્સ માં તેના ઓળખપત્ર, ડેબિટ કાર્ડ અને રોકડા રૂપિયા હતા.
બ્રિજ પર લોહીથી લથબથ હાલતમાં પડેલા ઉમંગ પાસેથી એક રાહદારીએ તેના પિતાનો મોબાઇલ નંબર લઈને સમગ્ર ઘટનાની જાણ તેમણે કરી હતી. જેથી પીતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
" isDesktop="true" id="998253" >
ઉમંગ કોમ્પ્યુટર રીપેરીંગનું કામકાજ કરતો હતો ત્યારે તેના પિતા દરજી કામ કરે છે. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કરીને આરોપી સુધી પહોંચવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.