સાળી-બનેવીના આડા સંબંધઃ ભાંડો ફોડ્યાની શંકાએ પાડોશી મહિલાની હત્યા

News18 Gujarati
Updated: July 16, 2019, 11:21 AM IST
સાળી-બનેવીના આડા સંબંધઃ ભાંડો ફોડ્યાની શંકાએ પાડોશી મહિલાની હત્યા
અમદાવાદમાં પ્રેમિકાના પાડોશીએ અનૈતિક સંબંધનો ભાંડો ફોડયો હોવાની શંકા રાખીને યુવકે મહિલાની ઘાતકી હત્યા કરી.

અમદાવાદમાં પ્રેમિકાના પાડોશીએ અનૈતિક સંબંધનો ભાંડો ફોડયો હોવાની શંકા રાખીને યુવકે મહિલાની ઘાતકી હત્યા કરી.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદમાં પ્રેમિકાના પાડોશીએ અનૈતિક સંબંધનો ભાંડો ફોડયો હોવાની શંકા રાખીને યુવકે મહિલાની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલાને બચાવવા આવેલી દીકરી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખસેડવામા આવી. શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી.

વિજયનગર ઔડાના મકાનમાં રહેતા દિપકભાઈ બારોટના પાડોશમાં નિતુ દાતણીયા નામની મહિલા રહે છે. નીતુનું તેના બનેવી ભુપત દાતણીયા સાથે પ્રેમ સંબંધ હતો. જ્યારે નીતુનો પતિ ભરત નાઈટ શિફ્ટમાં કામ કરતો હતો. આ દરમિયાન નિતુ અને ભુપત વચ્ચે મુલાકાત થતી. જો કે બંને વચ્ચે પ્રેમસંબંધની વાત તેની જ પાડોશમા રહેતી જ્યોત્સના બારોટને જાણ થઈ હતી. જયોત્સના અને નીતુ મિત્ર હોવાથી તેણે થપકો આપ્યો પરંતુ નિતુએ વાત સમજવાને બદલે જ્યોત્સના સાથે મિત્રતા તોડી નાખી અને બંને મનભેદ શરૂ થયો.

અહીં ક્લિક કરી વાંચોઃ ગાંધીનગરનાં જાણીતા બિલ્ડર અને વકીલ સામે દુષ્કર્મની ફરિયાદ

30 જૂનના રોજ નીતુ અને તેનો બનેવી ભુપત રંગરલીયા મનાવી રહ્યા હતા ત્યારે ભુપતની પત્ની અચાનક ત્યા આવી પહોચી અને બંનેને રંગેહાથ ઝડપી લીધા. આ દરમિયાન જ્યોત્સના અને તેનો પરિવાર ઝઘડાનો અવાજ સાભળીને ઘરની બહાર નીકળ્યા તો ભુપતે જ્યોત્સનાને લાફો માર્યો અને આરોપ લગાવ્યો કે તેજ મારી પત્નીને જાણ કરીને બોલાવી છે. એટલું જ નહીં ઉશ્કેરાયેલા ભુપતે જ્યોત્સનાને છરીના ઘા ઝીંકી દીધા. માતાને બચાવવા માટે જ્યોત્સનાની દીકરી વચ્ચે પડતા તે પણ ઘાયલ થઇ હતી.

વેજલપુરમા રહેતો બનેવી સાળીને મળવા રાત્રે આવતો અને સવારે નીકળી જતો. બિલ્ડીંગમા રહેતા તમામ લોકોને બન્ને વચ્ચેના સંબંધોની જાણ થઈ. પરંતુ જયોત્સના અને તેના પરિવારે વિરોધ કરતા તેમણે પોતાનો જીવ ગુમાવવો પડયો. ઘટનાની જાણ થતા શહેરકોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. જયારે આરોપી ભુપત દાતણીયા, તેની પત્ની અને સાળી ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી વાળાનુ કહેવુ છે કે હાલ બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા છે અને જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
First published: July 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...